હર હર મહાદેવ; જુનાગઢમાં કાલથી મહા શિવરાત્રી મેળાનો પ્રારંભ

આવતીકાલે મહાવદ નોમને શુક્રવાર તા.૨૫-૨-૨૦૨૨ની સવારે હરહર મહાદેવ બમ્બ બમ્બ ભોલેના નાદ સાથે મહા શિવરાત્રીના મેળાનો શુભ પ્રારંભ બે વર્ષ બાદ થઈ રહ્યો છે. તળેટીમાં મંડળો, લાઈટીંગ, ઉતારાઓ, મંડળો, અન્નક્ષેત્રો બંધાય ચુકયા છે. સાધુ સંતો નાગા બાવાઓના ચોતરફ ધૂણા બંધાય ગયા બાદ ધમધમતા થઈ ગયા છે. તેઓ આસન જમાવીને બીરાજમાન થઈ ગયા છે. તંત્ર આખરીઓપ આપી રહ્યું છે.
આ વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો આ શિવરાત્રીના મેળામાં તળેટી આવી પહોંચશે કારણ કે ઘઉં, જીરુ, ધારા સહિતના મોટાભાગના પાકો પાક ઉપર વળક્ષ જતા પાણી પાળાનું પણ શિયાળુ પાકમાં લગભગ મુકાય જવા પામ્યા છે. ખેડુતો શ્રમજીવીઓને આ વર્ષે હાલ ઓછા કામના કારણે પાંચ દિવસીય મેળાનો લાભ મળી શકશે. ભજન ભોજન ભકિતના ત્રીવેણી સંગમ સમા મહા શિવરાત્રીના મેળામાં આ વખતે તળેટી ટુંકી પડશે તેટલી માનવ મેદની ઉભરાશે. તા.૨૫ ફેબ્રુઆરીથી તા.૧/૩ સુધી પાંચ દિવસ દરમ્યાન જુનાગઢ ભવનાથ તળેટીમાં ૧૨થી ૧૫ લાખ ભાવિકો આવી પહોંચશે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે.
ભવનાથ તળેટીમાં યોજાતા મેળામાં ગીરનાર જંગલમાં વસતા સિંહ, દિપડા, વાંદરા સહિતના પ્રાણીઓ મેળામાં ચડી આવે તો તેમના રેસ્કયુ માટે ૧૦ પાંજરા જુદી જુદી જગ્યાએ મુકવામાં આવ્યા છે. ભવનાથ તળેટીમાં હીંસક પ્રાણીઓની અવર જવર રહેતી હોય છે. વાંદરાઓ રાત દિવસ તળેટીમાં ઝાડ ઉપર રોડ ઉપર પાળીઓમાં સતત કુદા કુદ કરતા મગર પણ પાણક્ષમાંથી ચડી આવતા હોય છે. જયાં જયાં આવા પ્રાણીઓની અવરજવર હોય ત્યાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
હેલ્પલાઈન નંબરઃ કોઈ વન્ય પ્રાણી કયાં દેખાય કે રંજાડ કરે તો તેની જાણ માટે યાત્રીકોએ વન વિભાગને વાઈલ્ડ લાઈફ નં. ૮૩૨૦૦ ૦૨૦૦૦ માં જાણ કરવી ઉપરાંત સરદાર બાગ ઈગલ વાયરલેસ સેટ કંટ્રોલ રૂમ ૦૨૫૫-૨૬૩૩૭૦૦ ભવનાથ કંટ્રોલ રૂમ વનપાલ યુ.જે. ડાકી ૯૫૬૭૩ ૦૬૧૬૪ ઉપરાંત મહા શિવરાત્રી મેળાના ઓફીસર વન સંરક્ષક જયંત પટેહલ નં. ૯૫૭૪૪૪૧૪૪નો સંપર્ક કરવા જણાવાયું છે.
આવતીકાલે સવારે શુભ મુહુર્ત ચોઘડીયાએ ભવનાથ દાદાના પટાંગણમાં ૫૨ ગજની ધ્વજારોહણ શાસ્ત્રોકત વિધીથી કરવામાં આવશે. પૂજન અર્ચન અને મહા આરતી બાદ મંદિરના શિખરો પર ધ્વજા ચડાવી વિધીવત રીતે સાધુ સંતો મહંતો અખાડાઓના ગાદીપતીઓ થાનાપતિઓ વહીવટી તંત્ર પોલીસ વિભાગ સહિતનાઓની હાજરીમાં વિધીવત રીતે મેળો ખુલ્લો મુકવામાં આવશે.