વ્યાપાર
રાજ્યમાં ખાદ્યતેલના સંગ્રહખોરી પર પ્રતિબંધ, મર્યાદાથી વધુ સ્ટોર કરવા પર કાર્યવાહી થશે

ખાદ્યતેલોના ભાવ છેલ્લા એક વર્ષથી આસમાને છે. ત્યારથી આ મુદ્દે સરકાર સતત ઘેરાઈ રહી છે. રાજ્યમાં આ વર્ષના અંતમાં ચૂંટણી પણ આવી રહી છે. તો સાથે ફરસાણ ઉદ્યોગ પર સતત વધી રહેલા ભાવની ઘેરી અસરો વર્તાઈ રહી છે. અને છેલ્લા કેટલાય સમયથી તેલના ભાવ નિયંત્રણ માટે માંગ કરી રહ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને અન્ન અને નાગરિક પુરવઠા નિગમની જાહેરાત કરી છે.
છેલ્લા એક વર્ષથી ખાદ્યતેલોની કિંમતોથી ઘેરાયેલી સરકારે તેના ભાવ ઘટાડવાનો મોટો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે આદેશ જારી કરીને ખાદ્ય તેલ અને ખાદ્યતેલ અને એડિબલ ઓઈલ સીડના સ્ટોક લિમિટ નક્કી કરી છે. ઓર્ડર હેઠળ, છૂટક દુકાનદારો ૩૦ ક્વિન્ટલ ખાદ્ય તેલ અને ૧૦૦ ક્વિન્ટલ ખાદ્ય તેલીબિયાંનો સ્ટોક કરી શકશે. હોલસેલરો ૫૦૦ ક્વિન્ટલ ખાદ્ય તેલ અને ૨૦૦૦ ક્વિન્ટલ તેલીબિયાંનો સ્ટોક કરી શકશે.