જીવનશૈલી

એએમસી હવે ફેરિયાઓને આઇડી કાર્ડ આપશે

શહેરના ફેરિયાઓ માટે એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. ફેરિયાઓને લઈ એક રાહતના સમાચાર મળી રહ્યા છે. હવે ફેરિયાઓને આઈડી કાર્ડ અપાશે. ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં અમદાવાદ કોર્પોરેશને જવાબ રજૂ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે સ્ટ્રીટ વેન્ડર્સ એકટ હેઠળ એએમસી ફેરિયાઓ માટે કામગીરી કરે છે. અત્યાર સુધીમાં ૪૪૩૩૬ વેન્ડર્સને આઈ ડી કાર્ડ આપ્યા છે. આગામી સમયમાં ૬૨૧૦૦ ફેરિયાઓને આઈડી કાર્ડ આપવાનો ટાર્ગેટ છે. જેમાંથી ૧૭,૭૬૪ ફેરિયાઓને આઈડી કાર્ડ આપવાના બાકી છે. આઈ ડી કાર્ડ રાખતા વેપારીઓ જાહેર સ્થળો, સોસાયટીઓ અને શેરીઓમાં વેચાણ કરી શકશે. તમને જણાવી દઈએ કે સ્ટ્રીટ વેન્ડર્સ એકટનું અમલીકરણ થાય તેના માટે હાઈકોર્ટમાં અરજી થઈ હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સ્ટ્રીટ વેન્ડર્સ એકટના ધારાધોરણ પ્રમાણે અમદાવાદના ફેરિયાઓને આઈકાર્ડ આપવાનુ નક્કી કરાયુ છે તે પૈકીના ૧૭૨૯૪ ફેરિયા જૂના અમદાવાદ તરીકે ઓળખાતા મધ્ય ઝોનના છે. અમદાવાદના વેસ્ટ ઝોનમાં ૧૨૨૨૬, ફેરિયાઓ તેમજ નોર્થ ઝોનમાં ૧૦૮૯૯ ફેરિયાઓ આઈ કાર્ડ મેળવવા માટે યોગ્ય હોવાનુ કોર્પોરેશનનુ કહેવુ છે. જ્યારે ઈસ્ટ ઝોન, ન્યૂઝ વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં આવા અનુક્રમે, ૭૫૧૨, ૭૨૧૩ , ૩૫૫૩ અને ૨૭૭૩ ફેરિયાઓ છે.
મહત્ત્વનું છે કે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં અમદાવાદ કોર્પોરેશને કહ્યું છે કે આ પૈકીના ૪૪૩૩૬ વેન્ડર્સને આઈ ડી કાર્ડ આપી દેવાયા છે અને બાકીનાને આઈડી કાર્ડ આપવાની કામગીરી ચાલુ છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button