એકસાથે સ્ક્રીન શેર કરતાં જાેવા મળશે અનુષ્કા અને વિરાટ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા વર્ષો પછી સ્ક્રીન પર વાપસી કરવા માટે તૈયાર છે. અભિનેત્રી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’માં જાેવા મળશે. આ ફિલ્મમાં અનુષ્કા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની ભૂમિકામાં જાેવા મળશે. આ દરમિયાન, અભિનેત્રી તેના નવા પ્રોજેક્ટને લઇને ચર્ચામાં આવી છે અને આ પ્રોજેક્ટમાં અનુષ્કા સાથે બીજું કોઇ નહી પરંતુ તેમના પતિ વિરાટ કોહલી જાેવા મળશે.
વિરાટ અને અનુષ્કાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમાં વિરાટ માથા પર પાઘડી બાંધેલો જાેવા મળી રહ્યો છે. તો ત્યાં જ અનુષ્કા પિંક કલરના સૂટ સલવારમાં જાેવા મળી રહી છે. તેના વાળ ખુલ્લા છે અને તેણે કોરોના સામે રક્ષણ માટે માસ્ક પહેર્યું છે. તો બીજી તરફ વિરાટ સફેદ રંગના શર્ટમાં છે અને તેના માથા પર વાદળી રંગની પાઘડી પહેરી છે. તે મોબાઈલ પર વાત કરતા જાેવા મળે છે. તેનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. બંનેને એકસાથે જાેઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ‘વીરુષ્કા’ ટૂંક સમયમાં એક એડમાં જાેવા મળશે. જાેકે, આ જાહેરાત કેવા પ્રકારની હશે તે જાહેર કરવામાં આવ્યું નથી.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ભૂતકાળમાં પણ ઘણી જાહેરાતોમાં સાથે કામ કર્યું છે. બંનેની જાેડીને ચાહકોએ હંમેશા પ્રેમ આપ્યો છે. જાે અનુષ્કા અને વિરાટ ફરીથી કોઈ પ્રોજેક્ટમાં સાથે જાેવા મળશે તો તે ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નહીં હોય.
તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા લાંબા સમયથી સ્ક્રીનથી દૂર હતી. તે છેલ્લે વર્ષ ૨૦૧૮માં ‘ઝીરો’માં જાેવા મળ્યો હતો, જેમાં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ પણ હતા. હવે તેણે ઝુલન ગોસ્વામીની બાયોપિક ‘ચકડા એક્સપ્રેસ’ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તેની ટ્રેનિંગની કેટલીક તસવીરો ગ્રાઉન્ડ પરથી સામે આવી છે. તેનું પ્રથમ શેડ્યૂલ મે-જૂન મહિનામાં કોલકાતામાં શૂટ કરવામાં આવશે. તેનું નિર્દેશન પ્રોસિત રોય કરી રહ્યા છે.