આ વખતે યુપીમાં અખિલેશ યાદવની સપાની સરકાર બનશે ઃ દિલ્હીના પૂર્વ ઉપરાજયપાલ

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણી માટે ચાર તબકકાનું મતદાન પુરૂ થયું છે યુપીમાં ભાજપ અને સપાની વચ્ચે કાંટાનો મુકાબલો છે.આ દરમિયાન દિલ્હીના પૂર્વ ઉપરાજયપાલ નજીબ જંગે એક ખાનગી ટીવીને આપેલ મુલાકાતમાં જણાવ્યું હતું કે મારૂ એ માનવું છે કે સપા આ વખતે યુપીમાં સરકાર બનાવશે આ મારો અભ્યાસ છે.સમગ્ર ચુંટણીના જે પરિણામ નિકળશે તેને લઇ આ મારા વિચાર છે.આજે ચુંટણી એક રાજકીય યુધ્ધ બની ગયું છે દરેક યુધ્ધ પહેલા એક રૂપરેખા અને ભૂમિકા બનાવવામાં આવી છે ચુંટણી લડવાની ગત છ મહીનામાં વિચારીને લાગે છે કે સપા આગળ રહી છે.
તેમણે વડાપ્રધાન મોદી કદ્દાવર નેતા બતાવતા કહ્યું કે ભારતમાં સૌથી કદ્દાવર નેતા વડાપ્રધાન મોદી છે.હિન્દી બેલ્ટમાં નરેન્દ્ર મોદીનો કોઇ મુકાબલો નથી ૨૦૧૪,૨૦૧૭ અને ૨૦૧૯ની ચુંટણીમાં મોદી મુખ્ય ચહેરો હતાં.આ ચુંટણી યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ વચ્ચેની છે.તેમાં યોગી અખિલેશથી આગળ નથી મોદીજી આગળ ન હોવાથી ફર્ક પડશે
પૂર્વ ઉપરાજયપાલે કહ્યું કે કિસાન આંદોલનથી કિસાનોનું દિલ તુટી ગયું છે અનેક રીતની વાતો થઇ તેમને ખાલિસ્તાની આતંકવાદી કહેવામાં આવ્યા કિસાન સમગ્ર દેશમાં છે અને તેમનો સ્વભાવ બીજાથી મળે છે પશ્ચિમી યુપીના કિસાનોને મુશ્કેલી થઇ છે તો તેની અસર બધાને પડશે.યુપીનીની ચુંટણી જંગમાં તેમણે કહ્યું કે મારૂ માનવુ છે કે ગણતરીમાં અખિલેશ યાદવ કદાચ આગળ હશે કિસાનોની જીંદગી ગત ત્રણ વર્ષોમાં પાછળ થઇ ગઇ છે.આવારા પશુઓએ પણ કિસાનો પર પ્રભાવ પાડયો છે આ મુદ્દો સમગ્ર યુપીમાં છે.યુપીમાં ગત બે વર્ષમાં ૧૨.૫ લાખથી વધી ૩૫ લાખ બેરોજગારી છે.આ દુનિયા જાેઇ રહી છે આ યુવાનોની પાસે કાંઇ નથી આ તેમની અને તેમના પરિવારને પ્રભાવીત કરી રહ્યું છે.કોવિડની બીજી લહેરને લોકો ભુલી ગયા નથી ખુબ લોકોના મોત થયા છે.
જંગે કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં લોકોએ ગંગાના દ્શ્ય જાેયા હતાં જે લોકોએ પોતાના માતા પિતાને ગુમાવ્યા છે તેઓ હજુ સુધી તે દર્દ ભુલ્યા નથી
તેમણે યોગીજીના સારા કામનો ઉલ્લેખ ઓછો કર્યો પરંતુ અભિયાનમાં તેમણે ઝિન્ના અને ટોપીની વાત કહી તે સમગ્ર હિન્દુસ્તાનમાં ભ્રમ છે કે મુસલમાન એકતરફી મત આપે છે ૪૦-૫૦ વર્ષ પહેલા મુસલમાન કોંગ્રેસને મત આપતા હતાં બાબરી મસ્જિદના કેસમાં મુસલમાનોના મત સપાને ગયા ત્યારબાદ બસપા અને સપા બધામાં મુસલમાનના મત વિભાજીત થયા આ વખતે મુસલમાનોના ૭૦-૮૦ ટકા મત સપા તરફ જઇ રહ્યાં છે તેનું કારણ બધાને ખબર છે.
દિલ્હીના પૂર્વ એલજીએ કહ્યું કે કિસાનોના મુદ્દા બાદ સપાની પોઝીશન વધી છે ૭ મહીના પહેલા બધાને લાગતુ હતું કે અખિલેશ મહેનત કરી રહ્યાં નથી પરંતુ અખિલેશ ખુબ વિચારી લડાઇ લડી રહ્યાં હતાં તેમણે પછાતને જાેડવાનું કામ કર્યું ૨૦૧૯ અને ૨૦૧૭માં પછાતોએ ભાજપને મત આપ્યા હતાં પરંતુ હવે આ લોકો અખિલેશ તરફ સરકી રહ્યાં છે. તેમણે દાવો કર્યો કે ૨૫-૨૬ ટકા પછાતના મત જાે અખિલેશ તરફ સરકી ગયા તો ભાજપના હાથમાંથી ચુંટણી નિકળી જશે અખિલેશે મુસ્લિમ અને યાદવ લોબલને અલગ કર્યું છે ઉપર કાસ્ટ મત ખુબ હદ સુધી અખિલેશ તરફ જશે યુપીમાં એવી લાગણી છે કે યોગીજીએ ઠાકુરવાદ કર્યો છે.