દેશમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે ઃ શિવસેના સાંસદ સંજય રાઉત

શિવસેનાના કોર્પોરેટર યશવંત જાધવના ઘર પર ઈન્કમ ટેક્સના દરોડા બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે,દેશમાં નબળી રાજનીતિ થઈ રહી છે. દેશમાં જે રીતે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે તે ચિંતાજનક છે. આપણા દેશમાં આ લોકો કઈ લોકશાહી ચલાવી રહ્યા છે? તેમણે કહ્યું કે તાજેતરમાં જ આદિત્ય ઠાકરેએ પણ ઉત્તર પ્રદેશમાં કહ્યું છે કે દેશમાં નબળી રાજનીતિ ચાલી રહી છે અને આપણે બધાએ તેની સામે લડત આપવી પડશે.
સંજય રાઉતનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ઈન્કમ ટેક્સની એક ટીમે શુક્રવારે સવારે પાર્ટીના કોર્પોરેટર યશવંત જાધવના ઘરે દરોડા પાડ્યા છે. તેના ઘરે અધિકારીઓ સતત ઘણા દસ્તાવેજાેની તપાસ કરતા હતા. યશવંત જાધવ મ્સ્ઝ્રની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પણ છે. તેના પર બેનામી કંપની બનાવીને કરોડો રૂપિયાની ગેરરીતિ કરવાનો આરોપ છે. એટલું જ નહીં, યશવંત જાધવ સિવાય મ્સ્ઝ્રના કેટલાક કોન્ટ્રાક્ટરોના ઘર પર પણ આવકવેરાના દરોડા ચાલી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, ત્રણ દિવસ પહેલા મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેના પર કથિત મની લોન્ડરિંગ અને આતંકવાદને ફાઇનાન્સિંગમાં સામેલ થવાના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. તેના પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત જમીન સોદામાં સામેલ હોવાનો આરોપ છે. વિરોધ પક્ષોએ આ કાર્યવાહીને રાજકીય દ્વેષથી પ્રેરિત ગણાવી હતી.