દેશના ૬૦ ટકા લોકોને તંદુરસ્ત ખાવાનું મળી રહ્યું નથી. સરવેમાં ખુલાસો થયો

કોરોના મહામારીને કારણે આખી દુનિયામાં કરોડો લોકોની આવક પર ખરાબ અસર થઇ પડી છે. ભારત જેવા દેશમાં લાખો લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો. ખાસ કરીને નબળાં વર્ગને સૌથી વધુ અસર થઇ. ઘણા લોકો ભૂખમરાનો શિકાર પણ બન્યા. આ સંદર્ભમાં એક એનજીઓ રાઇટ ટુ ફુડ કેમ્પેન દ્રારા પોતાના હંગર વોચ સરવે-૨ હેઠળ દેશમાં એક સરવે કર્યો. આ સરવેમાં ડિસેમ્બર ૨૦૨૧ અને જાન્યુઆરી ૨૦૨૨ દરમ્યાન ખાદ્ય સુરક્ષાની સ્થિતિ ખુબ જ ગંભીર હોવાનું સામે આવ્યું.
સરવે દરમ્યાન ૬૦ ટકા પરિવારોએ ક્હયું કે તેઓ તેમના ભોજન બાબતે ચિંતિત છે અથવા તેમને તંદુરસ્ત ખાવાનું નથી મળી રહ્યું. એટલું જ નહી, પણ એ પણ જાણવા મળ્યું કે આ પહેલાં તેમને જે ખાવાનું મળતું હતું તેટલું અત્યારે મળતું નથી. આ સરવેમાં આ સવાલ પુછવામાં આવ્યા હતા.
આ સરવેમાં ૬૬૯૭ લોકોમાંથી ૩૪ ટકા લોકોએ કહ્યું કે પહેલાં તેમના ઘરોમાં પુરતું અનાજ હતુ હવે સ્થિતિ બદલાઇ છે. ૫૦ ટકા લોકોએ કહ્યું કે મહામારીને કારણે મહિનામાં ૨થી ૩ વખત ઇંડા, દુધ, માંસ કે ફળ ખાવા મળ્યા. સરવેનો જે નિષ્કર્ષ છે તે સરકારી દાવાથી વિપરિત છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહામારી વચ્ચે એક મજબુત અન્ન સહાયનો કાર્યક્રમ સરકાર ચલાવી રહી છે.
ટેલીગ્રાફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, આ એનજીઓએ પોતાનો પહેલો સરવે ઓક્ટોબર ડિસેમ્બર ૨૦૨૦માં કોરોનાની પહેલી લહેર પછી કર્યો હતો. તે વખતે સામે આવ્યું હતું કે ૭૧ ટકા લોકોને દેશમાં પૌષ્ટિક આહાર મળતો નથી. આ સરવેમાં સેન્ટર ફોર ઇક્વિટી સ્ટડીઝે પણ ભાગ લીધો હતો.
બીજા સરવેમાં દેશના ૧૪ રાજ્યોના કુલ ૬૬૯૭ લોકોએ ભાગ લીધો હતો જેમાં સૌથી વધારે ૧૧૯૨ લોકો બંગાળના હતા. આ સરવેમાં ૩૧ ટકા અનૂસુચિત જનજાતિ ૨૫ ટકા અનૂસુચિત જાતિ, ૧૯ ટકા સામાન્ય જાતિ, ૧૫ ટકા પછાત વર્ગ અને ૬ ટકા વિશેષ રીતે કમજાેર જનજાતિના લોકો સામેલ હતા. સરવેમાં મહિલાઓની હિસ્સેદારી ૭૧ ટકા હતી. સરવેમાં ગામડાના અને શહેરની ઝુપડપટ્ટીઓનો લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૨૧ સુધી બીજી લહેર દરમ્યાન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાના લાભાર્થીઓને દર મહિને વ્યકિત દીઠ ૫ કિલો મફત અનાજ પુરુ પાડ્યું હતુ. હંગર વોચ-૨ સરવેમાં જાણવા મળ્યું કે ૮૪ ટકા પરિવારો પાસે રેશનકાર્ડ છે અને ૯૦ ટકાથી વધુ લાભાર્થીને અનાજ મળ્યું છે, પરંતુ પૂર્વ પ્રાથમિક બાળકો માટે મધ્યાહન ભોજન અને પોષણ સહાય મળી નહોતી.
પટનાની એ એન સિન્હા ઇન્સિટયૂટના પૂર્વ ડિરેકટર અર્થશાસ્ત્રી સુનીલ રેનું કહેવું છે કે આના માટે નોકરી અને આવક જવાબદાર છે. જાે લોકો પાસે આવક હોય તો ભોજન કે અન્ય માટે પૈસા ખર્ચી શકે. ૈંૈં્ દિલ્હીમાં અર્થશાસ્ત્રના ફેકલ્ટી રીતીકા ખરાનું કહેવું છે કે સરકારે ફસાયેલા પ્રવાસી મજૂરો માટે સામુદાયિક રસોડા ખોલવાની જરૂર હતી. પૂર્વ પ્રાથમિક બાળકોના પોષણ માટે વર્ષ ૨૦૧૪-૧૫માં બજેટમાં ૧૮.૬૯૧ કરોડ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૦.૨૬૩ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.