ક્રાઇમ
અમદાવાદમાંથી એટીએમમાંથી ઉઠાંતરી કરતી ભેજાબાજ ટોળકી પકડાઈ

એટીએમ મશીન તોડ્યા વગર જ મશીન માંથી રૂપિયા ની ઉઠાંતરી કરતી ગેંગ ને પકડવામાં અમદાવાદ સાયબર ક્રાઇમ વિભાગ ને સફળતા મળી છે. જાેકે પોલીસની પકડમાં ના આવે તે માટે આરોપીઓ મશીનમાં રહેલા તમામ રૂપિયાને બદલે ૧૦ લાખથી વધુ રકમની ચોરી કરતાં નહિ. પોલીસ સકંજામાં આવી ગયેલા તમામ આરોપીઓએ ધોરણ ૧૨ કરતા પણ ઓછો અભ્યાસ કર્યો છે. પંરતુ છ્સ્ મશીન તોડ્યા વગર જ તેમાંથી લાખ્ખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં માહિર છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ એ આ ગેંગના પાંચ આરોપી જેમાં આસામના ગુરદિપ સિંઘ, અમ્રિતપાલ રણજીત સિંઘ, કરછ અંજારના નિલદિપ સોલંકી, રવિ સોલંકી, અને પંજાબના સંદિપસિંઘ કુલદિપ સિંઘની ધરપકડ કરી છે.
- આરોપી ઓ એનઆરસી નામની કંપનીના એટીએમ મશીન ટાર્ગેટ કરતા હતા અને એક ચાવીથી મશીનનો એક ભાગ ખોલી દેતા. તેમાં રેસબરી પાઈ નામનુ ડિવાઇસ કનેક્ટ કરતા હતાં. જેથી મશીનમાં થતી તમામ કામગીરી આ ડિવાઇસમાં ઓપરેટ કરી શકાય. બાદમાં કોઈ પણ છ્સ્ કાર્ડથી રૂપિયા ઉપાડી લેતા હતા. જાે કે આ ડિવાઇસથી એવી સિસ્ટમ ઉભી કરતા હતા જેથી એક ટ્રાન્જેક્શનમાં કોઈપણ દરની ૪૦ નોટ મશીનમાંથી નીકળી શકે. આરોપીઓએ ગુજરાતમાં અમદાવાદમાંથી એ ટી એમ મશીનમાંથી ૭મી તારીખે ૮.૩૦ લાખ, ૫મી તારીખે રાજકોટમાંથી ૧૩.૮૦ લાખ, અને ૨૨ મી તારીખે બરોડામાંથી ૧૦ લાખની ઉઠાંતરી કરી હતી.