ગુજરાત

અદાણી પાવરે રાજસ્થાન સામેનો કેસ જીત્યો, ૪૨૦૦ કરોડ મળશે

ગૌતમ અદાણીના નેજા હેઠળની દિગ્ગજ કંપની અદાણી પાવરને સુપ્રિમ કોર્ટમાંથી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે રાજસ્થાન ડિસ્કોમ સામેના કેસમાં કંપનીના તરફેણમાં ચુકાદો આપ્યો છે.

અદાણી પાવરના રાજસ્થાનની વીજળી વિતરણ કંપનીઓ સામેના કરેલા દાવાને કોર્ટે માન્ય રાખ્યો છે અને અદાણી પાવરને ૪૨૦૦ કરોડ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે.સુપ્રિમ કોર્ટે વર્ષ ૨૦૨૦ના અદાણી પાવરને વળતર ટેરિફ ચૂકવવાના આદેશને ન માનવા બદલ રાજસ્થાનની ત્રણ વીજ વિતરક કંપનીઓને ફટકાર લગાવી છે.કોર્ટે ત્રણેય કંપનીઓને ૪૨૦૦ કરોડ અદાણી પાવરને ચૂકવવા માટે ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વીજળી ઉત્પાદન માટેનો ટાટાનો પ્રોજેક્ટ મુન્દ્રામાં ચાલે છે. અદાણી પાસે કચ્છમાં પ્રોજેક્ટ છે અને એસ્સાર પાવર જામનગર પાસે સલાયામાં પાવર પ્રોજેક્ટ ધરાવે છે. આ ત્રણેય કંપનીઓના પ્લાન્ટમાંથી ગુજરાત સરકાર અને અન્ય સરકારો વીજળી ખરીદે છે, જ્યારે ગુજરાત ઉપરાંત હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પંજાબ સરકારે પણ વીજળી ખરીદીના કરાર આ ત્રણેય કંપનીઓ સાથે કર્યા હતા.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button