ભારતમાં શિક્ષણ કઈ દિશા તરફ વિદ્યાર્થીઓને લઈ જશે…..?

ભારત વિશ્વગુરુ બનશે નુ સ્વપ્ન બતાવીને આમ પ્રજાને હથેળીમાં ચાંદ બતાવતા રહેતા શાસકો વિશ્વગુરુ બનવાનો પાયો (મૂળ) શિક્ષણ છે એ વાત સમજણથી કદાચ દૂર હોઈ શકે….! કારણકે શિક્ષણ ક્ષેત્ર માટે બજેટમાં કાચબા ગતિએ ઘટાડો કરવામાં આવી રહ્યો છે જેને આમ પ્રજા સમજી શકતી નથી કે તેમને સમજ આપવાની કમી આવી ગઈ છે. શિક્ષણ માટે વધુ બજેટ હોવું જાેઈએ જેથી ભારત વિશ્વ સ્તરે પહોંચી નામના મેળવી શકે. પરંતુ દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે ઊલ્ટુ થઈ રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે વિશ્વ સ્તરે આપણી એક પણ યુનિવર્સીટી પ્રથમ ૧૦૦ યુનિવર્સિટીમાં સ્થાન પામી શકી નથી…. અરે એ તો ઠીક વિશ્વની શ્રેષ્ઠ ૩૦૦ યુનિવર્સિટીઓમાં પણ સ્થાન મેળવી શકતી નથી. આનો અર્થ શું….? એક ઉક્તિ છે કે જે તે દેશમાં શિક્ષણનું પતન એટલે તે દેશના બુદ્ધિધનનો વિધ્વંસ…. ઈઝરાયલની એક શાળાની દીવાલ પર લખાણ હતું કે કોઈ પણ દેશના વિનાશ માટે તે દેશનું શિક્ષણ ખતમ કરો એટલે યુદ્ધ કરવાની જરૂર નહીં પડે અને તે દેશના તમામ ક્ષેત્રનો વિકાસ અટકી જશે, ધંધા, રોજગાર, નોકરી બધું પડી ભાંગશે અને તે દેશમાં આંતરિક પ્રલય આવી જાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી…..! આપણે ચીન અને પાકિસ્તાનને જ દુશ્મન ગણીયે છીએ પરંતુ ખરેખર તો ચીન આપણું હરિફ છે. શિક્ષણ ક્ષેત્રમા ચીન આપણાથી ઘણું આગળ છે, ત્યાંના શિક્ષણ ક્ષેત્રે સંશોધનને મહત્વ આપવામાં આવે છે. જે કારણે ચીનનીની ૨૪ યુનિવર્સિટીઓને વિશ્વની પ્રથમ ૩૦૦ યુનિવર્સિટીમા સ્થાન મળ્યું છે, ચીન સિવાય એશિયામાં કોઈપણ અન્ય દેશ વિશ્વ સ્તરે ડંકો વગાડી શક્યો નથી.ચીનની કોલેજમાં એડમિશન લેવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે, અહિ કોલેજ પ્રવેશ માટે એન્ટ્રેન્સ પરીક્ષા લેવામાં આવે છે જે એટલી આકરી હોય છે કે કોઈ પણ પૂરેપૂરા માર્કસ લાવી શક્યુ નથી અને એ કારણે સિલીકોન વેલીમા આઇટી કંપનીઓમાં સૌથી વધુ ચીનના સંશોધકો અને કર્મચારીઓ છે. ભારતમાં એક સમય નાલંદા તક્ષશિલા ની બોલબાલા હતી અને તેનો ડંકો વિશ્વ ભરમાં વાગતો હતો….. અને આજે…..?!
ભારતમાં શિક્ષણ ક્ષેત્રમાં પ્રથમથી જ વિદ્યાર્થીઓની જિંદગીમાં સમાજમા, વેપાર-ધંધામાં, વ્યવહારમાં ઉપયોગી થાય તેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું તે સાથે જે તે ક્ષેત્રની શાળામાં સ્થાનિક સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે દરેક રાજ્ય સરકારો ધ્યાન આપતી હતી. પરંતુ પશ્ચિમી દેશોની અસર થતા શિક્ષણ ક્ષેત્રમાં ખાનગીકરણે પ્રવેશ કર્યો તેમજ જે તે સરકારો બજેટમાં શિક્ષણ ક્ષેત્રે નાણાફાળવણીમા ઘટાડો કરવા લાગી તેથી સરકારી કોલેજાે, શાળાઓની મરામત, સુવિધાઓ સહિત શૈક્ષણિક સાધનોની અછતની શરૂઆત થવા લાગી…. ઉપરાંત સરકારી શાળાના શિક્ષકો ઉપર વધારાની કામગીરી વસ્તી ગણતરી, ચૂંટણી સમયની જરૂરી કાર્યવાહી તથા અન્ય સરકારી કામગીરી સોંપવામાં આવતી રહી અને તેની અસર સરકારી શાળાઓમાં શિક્ષણ પર પડી…. તો રાજકિય ક્ષેત્રના કેટલાક લોકો ખાનગી શાળાને મહત્વ આપવા સાથે તેમાં ભાગીદાર બની ગયા કે પરિવારજનોને નામે ખાનગી શાળાઓ ખોલવા લાગ્યા. તેમાં પણ શિક્ષણના ખાનગીકરણને પ્રાધાન્ય આપવા માટે ગ્રામ્ય શાળાઓને ઓછી સંખ્યાને બહાના તળે અન્ય શાળામાં મર્જ કરવા લાગ્યા. પરિણામરૂપે શિક્ષણ ડ્રોપ વધવા લાગ્યો…. જેમાં સૌથી વધુ ડ્રોપ છોકરીઓનો રહ્યો છે…..! કારણ ભારતની ગ્રામ્ય સંસ્કૃતિ અનુસાર દીકરીને ગામમાં જ ભણાવવાનો આગ્રહ હતો. તો પછી અન્ય ગામની શાળામાં ભણવા મોકલવાનો સવાલ જ રહેતો નહીં…… અને અત્યારે તો હજારો શાળાઓ મર્જ કરી દેવામાં આવી છે અને બીજી હજારો શાળાઓને મર્જ કરવાને લઈને તાળા મારવાની તૈયારી કરી લીધી છે…..! પરિણામે શિક્ષણ કથળી જશે…..!! તેમાં શંકાને કોઈ સ્થાન નથી…..! જાે કે દીલ્હી રાજ્ય સિવાય કોઈપણ રાજ્ય બજેટમાં શિક્ષણ ક્ષેત્રને નાણાં ફાળવણીમાં પછાત રહ્યા છે….! જ્યારે કે દિલ્હી રાજ્ય સિવાયનુ કોઈ પણ રાજ્ય બજેટમા શિક્ષણ ક્ષેત્ર નાણાં ફાળવણીમાં પછાત રહ્યા છે….!બીજી તરફ દિલ્હી રાજ્ય સરકારે બજેટનાં ૨૫ ટકા નાણાં શિક્ષણ ક્ષેત્ર માટે ફાળવણી કરીને વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે દેશના તમામ રાજ્યોને નવો બતાવ્યો છે. પરંતુ અન્ય રાજ્યો આ બાબતને સ્વીકારશે કે નહિ…. તે બાબતે શંકા છે…..!! વંદે માતરમ