ગ્વાલિયર જિલ્લામાં બેદરકાર ડોક્ટરોએ યુપીની એક જીવતી મહિલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી.

.ગ્વાલિયર-ચંબલ ઝોનની સૌથી મોટી હોસ્પિટલ જયારોગ્ય ચિકિત્સાાલય ગ્રુપમાં ડોક્ટરોની ખુબ જ મોટી બેદરકારી સામે આવી છે. ગંભીર હાલતમાં અહીંના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે પહોંચેલી મહિલાને તબીબોએ મૃત જાહેર કરી હતી. આ પછી મહિલાની બોડીને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રૂમમાં જતાં પહેલાં જ્યારે પતિએ છેલ્લી વાર પત્નીનો હાથ પકડીને તેની નાડી તપાસી ત્યારે તે જીવતી હતી. જે બાદ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ મહિલાને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. હવે તેને ફરીથી અહીં સારવાર આપવામાં આવી રહી છે. બેદરકારી સામે આવ્યા બાદ હોસ્પિટલના અધિક્ષક ડો.આર.કે.એસ.ધાકડે કાર્યવાહી કરી તપાસ સમિતિની રચના કરી છે અને બેદરકારી દાખવનાર તબીબ સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મહોબાની રહેવાસી જામવતી રોડ અકસ્માતનો શિકાર બની હતી. તેના પછી સંબંધીઓએ તેને ઝાંસીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેમની ગંભીર હાલતને જાેતા ડોક્ટરોએ તેમને ગ્વાલિયરની જયરોગ્ય હોસ્પિટલમાં રિફર કરી હતી. અહીં જામવંતીને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોએ તેની તપાસ કરી અને મહિલાને મૃત જાહેર કરી હતી. જ્યારે કોઈપણ દર્દીના મૃત્યુની જાહેરાત કરતા પહેલા ઈઝ્રય્ કરવું પણ જરૂરી છે. પરંતુ ફરજ પરના તબીબ કિશન અને એનેસ્થેસિયાના ડો.ઇમરાને મહિલાને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
પોસ્ટમોર્ટમ હાઉસનો ગેટ ખુલવાની રાહ જાેઈ રહેલા પતિએ જ્યારે છેલ્લી વાર પત્નીનો હાથ પકડ્યો ત્યારે તેન હોશ ઉડી ગયા હતા. તેણે જાેયું કે તેની પત્નીની નાડી ચાલી રહી છે. તેણે મહિલાની છાતી પર હાથ મૂક્યો ત્યારે હૃદયના ધબકારા પણ ચાલી રહ્યા હતા. મહિલા શ્વાસ પણ લેતી હતી. પતિ તરત જ તેને ટ્રોમા સેન્ટર લઈ ગયો, જ્યાંથી તેને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવી. સંબંધીઓએ આ મામલે તપાસની વિનંતી કરી છે, જેથી જયારોગ્ય હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે પણ કાર્યવાહી હાથ ધરી છે. અધિક્ષક ડો.આર.કે.એસ.ધાકડે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. તપાસ સમિતિના રિપોર્ટના આધારે બેદરકારી દાખવનાર તબીબ સામે કાર્યવાહી કરવામાં આવી છે.