રાજકારણ

રાહુલ ગાંધીએ દ્વારકા ખાતે ગુજરાતી ભોજનની મજા માણી

ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે બીજાે દિવસ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દ્વારકા આવી પહોંચ્યા હતા. તેમનું દ્વારકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું મણિયારા રાસ દ્વારા સ્વાગત કરાયું હતું. દ્વારકા પહોંચતા જ રાહુલ ગાંધી સીધા દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. દ્વારકાધીશના દર્શન પછી તેઓ માધવરાય ડાઇનિંગ હોલ ખાતે પહોંચ્યા હતાં અને અહીં તેમણે ગુજરાતી ભોજન કર્યું હતું એ યાદ રહે કે રાહુલ ગાંધી જયારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે તેઓ ગુજરાતી ભોજન કરવાનું જ પસંદ કરતા હોય છે.
ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે તેમણે ગુજરાતી ભોજન કર્યું હતું આ પ્રસંગે તેમની સાથે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, સુખરામ રાઠવા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર હતાં. રાહુલ ગાંધી ભોજન બાદ ચિંતન શિબિરમાં પહોંચ્યા હતાં

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button