દેશ દુનિયા

વિદ્યાર્થીઓને ૨૪ કલાક બાદ ભોજનમાં એક નારંગી અને પાણીની બોટલ આપવામાં આવી .હિમાચલના વિદ્યાર્થીનું દર્દ છલકાયું

યુક્રેનના ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીઓ સુધી કેન્દ્ર સરકાર અને ભારતીય દુતાવાસથી ન તો કોઇ મદદ અને ન તો કોઇ એડવાઇઝરી મળી રહી છે.આથી ત્યાં ફસાયેલા સેકડો વિદ્યાર્થી પરેશાન છે.મેડિકલ યુુનિવર્સિટીના બંકરથી નિકળેલ ભારે ગોળીબાર અને બોંબમારીની વચ્ચે લગભગ ૧૫ કિલોમીટર ખારકીવની નજીક રેલવે સ્ટેશન પર પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનની સેનાએ ટ્રેનમાં બેસવા દીધા નહીં. ફકત સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવામાં આવી ત્યારબાદ તેમને કંસલટેંસી સર્વિસ ૧૨ કિલોમીટર આગળ પશ્ચિનો વિસ્તાર ખાતે એક સ્કુલના શેલ્ટર હોમમાં લઇ જવામાં આવ્યા હતાં. અહીં પહોંચ્યા બાદ લગભગ ૪૫૦ વિદ્યાર્થીઓને ૨૪ કલાક બાદ પાણીની એક બોટલ અને ભોજન માટે છે છાત્રોને ૪૮ કલાક બાદ એક નારંગી આપવામાં આવી હતી
પશ્ચિનોમાં સ્કુલના શેલ્ટર હોમમાં પહોંચેલ સુંદરનગરના અંકુર ચંદેલ પુત્ર નરેશ ચંદેલ અને તેની સાથે રહેતા લખનૌના સાદર વર્મા પુત્ર સુરેશ કુમારે કહ્યું કે પશ્નિનો ખારકીવથી ૧૨ કિમી દુર છે.ખારકીવમાં રશિયાની સેનાએ એર સ્ટ્રાઇક કરી યુનિવર્સિટીને પુરી રીતે બરબાદ કરી દીધી. જયાં તેઓ રહેતા હતાં. ત્યાં પણ ગોળીબાર અને બોંબમારો થતો રહેતો હતો રેલવે સ્ટેશન પર ભારતીયો માટે પાછા ફરવાની વ્યવસ્થા થઇ રહી ન હતી તેમણે સરકારને માંગ કરી છે કે તેમને તાકિદે ત્યાંથી કાઢવામાં આવે અંકુર ચંદેલના પિતા નરેશ ચંદેલે કેન્દ્ર અને પ્રદેશ સરકારને વિનંતી કરી છે કે તાકિદે બાળકોને ત્યાંથી કાઢવાની વ્યવસ્થા કરવામાં આવે
દરમિયાન યુક્રેન રશિયાની વચ્ચે યુધ્ધ દરમિયાન હિંમત કરી શિમલાની અનુષ્કા કુઠિયાલા અદિતી શર્મા કરસોગના શિવાંગ સહિત અન્ય પ્રદેશોના બે છાત્ર ખારકીવથી પોલેન્ડ પહોંચ્યા હતાં.લવીવ પહોંચવા પર ટેકસીની વ્યવસ્થા કરી લગભગ ૨૪ કલાકનું સફર કરી તેઓ પોલેન્ડ પહોંચ્યા હતાં. તેમણે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી લીધી હતી અનુષ્કાના પિતા રાજીવ કઠિયાલા અદિતિના પિતા નરેશ અને શિવાંશના પિતા રાકેશે કહ્યું કે બાળકોથી વ્હાટ્‌સએપ પર અને વોયસ કોલથી સંપર્ક થઇ રહ્યો છે.છાત્રોના વાલીઓએ કહ્યું કે ત્યાં ભોજનની વ્યવસ્થા ઠીક છે તેમની સાથે ટ્રેનમાં આવેલા લગભગ ૧૫૦ વિદ્યાર્થીઓ પણ રોકાયા છે.આશા છે કે બે દિવસમાં તેઓ સુરક્ષિત પાછા ફરશે.
તેમણે કહ્યું કે સોનુૂ સુદે પણ ભારતીય બાળકોને સુરક્ષિત કાઢવા માટે મિશન યુક્રેન અભિયાન ચલાવ્યું છે તેમાં પણ બાળકોના નામ દાખલ કરાવ્યા હતાં હવે તેમને ખબર નથી કે પોલેન્ડમાં ભારતીય દુતાવાસ કે પછી સોનુ સુદની આ સંસ્થા બાળકોનું ધ્યાન રાખી રહી છે કે નહીં

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button