જીવનશૈલી

છત્તીસગઢઃ બધેલ સરકાર ગોબર બાદ હવે ગોમુત્ર પણ ખરીદશે, ગાય માલિકોને લાભ થશે

છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભુપેશ બધેલ દ્વારા શરૂ કરવામાં આવેલ ગાયના ગોબર ખરીદના મોડલ પર કિસાનોથી હવે ગૌમુત્ર પણ ખરીદવામાં આવશે મુખ્યમંત્રીના સલાહકાર પ્રદીપ શર્માએ તેની માહિતી આપી હતી.તેમણે કહ્યું કે છત્તીસગઢ સરકાર પશુપાલકોની આવક વધારવા માટે આમ કરવા જઇ રહી છે.
પ્રદીપ શર્માએ કહ્યું કે સરકારના આ પગલાથી ગાયની સારી સુરક્ષા થશે.ગૌમુત્રની ખરીદ પણ તે રીતે કરવામાં આવશે જે રીતે રાજય સરકાર દ્વારા ગાયના ગોબરની ખરીદ કરવામાં આવી છે.તેમણે કહ્યું કે અમે ગ્રામ ગૌઠાન (મવેશી શેડ) સમિતિના માધ્યમથી પશુ મુત્રની ખરીદ કરીશું અને ખરીદ માટે પશુ માલિકો અને કિસાનોને પાક્ષિક વળતર કરવામાં આવશે
એ યાદ રહે કે ૨૫ જુન ૨૦૨૦ના રોજ બધેલ સરકારે કિસાનો દ્વારા વૃધ્ધ ગાયોને છોડવા પર અને આવારા ગાયો દ્વારા માર્ગ અકસ્માતો પર અંકુશ લગાવવા માટે ગૌધન ન્યાય યોજના શરૂ કરી હતી તે હેઠળ રાજય સરકાર ગાય ગોબર ખરીદે છે.શર્માએ કહ્યું કે ૨૦ મહીનામાં રાજય સરકારે લગભગ ૬૪ લાખ કિવટંલ ગોબરની ખરીદ કરી છે અને ૨૦ લાખ કિવંટલ જૈવિક વર્મી કમ્પોસ્ટનું ઉત્પાદન કર્યું છે હવે અમે જૈવિક કીટનાશકો અને કવકનાશીની જરૂરત છે જાે કે ગૌમુત્ર જેવિક કીટનાશકો અને કવકનાશી માટે સૌથી સારો આધાર છે આથી સરકારે તેને કિસાનોથી ખરીદવાની યોજના બનાવી છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે મુખ્યમંત્રીએ ખરીદ પ્રક્રિયા માટે એક યોગ્ય શોધને મંજુરી આપી છે અધિકારીએ કહ્યું કે યોજનાનો અંતિમ મુસદ્દો તૈયાર કરવા માટે કૃષિ વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓનો મત લેવામાં આવી રહ્યો છે. સરકારે હાલ ખરીદની કિંમત નક્કી કરી નથી
શર્માએ કહ્યું કે સરકારને ખરીદ મૂલ્યનો અભ્યાસ કરવા અને સુચન આપવા માટે એક ઉચ્ચ સ્તરીય અધિકાર પ્રાપ્ત સમિતિની રચના કરવામાં આવશે અને મુખ્યમંત્રી આ બાબતમાં નિર્ણય કરશે.નિષ્ણાંતોનું કહેવુ છે કે ગૌમુત્ર ખરીદવાથી કિસાનો અને ગાય માલિકોને મદદ મળશે.જાે સરકાર ગૌમુત્રની ખરીદ કરશે તો આ કિસાનો અને રાજયના ગાય માલિકો માટે લાભદાયક સાબિત થશે કેટલાક લોકો રાજયમાં પહેલાથી જ પશુઓના મુત્રથી બનેલ જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરી રહ્યાં છે જે પાક માટી અને લોકો માટે પણ લાભદાયક છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button