કોઇ માયના લાલમાં તાકાત નથી કે મુસલમાનોના મતદાનનો અધિકાર છીનવી લે. તેજસ્વી યાદવ

મુસલમાનોથી મતદાન છીનવવાના નિવેદન પર બિહાર વિધાનસભાના બજેટ સત્રમાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર ભારે પ્રહારો કર્યા હતાં તેજસ્વી યાદવે કોઇ કે કોઇ માયના લાલમાં દમ નતી જે મુસલમાનોથી મતદાનનો અધિકાર છીનવી લે
જાે કે આ દરમિયાન વિધાનસભામાં ભારે હંગામો થયો હતો તેજસ્વી યાદવે પોતાના સંબોધન દરમિયાન રાજયના મુખ્યમંત્રી નીતીશકુમાર પર ટીપ્પણી કરતા કહ્યું કે શતરંજમાં વજીર અને જીંદગીમાં જમીર મરી જાય તો ખેલ સમાપ્ત સમજાે.મુખ્યમંત્રી પર આ રીતની ટીપ્પણી કરવા પર વિધાનસભાના અધ્યક્ષ વિજય સિન્હાએ તેમને ટોકયા હતાં અને શબ્દોની પસંદગી પર ધ્યાન આપવાની સલાહ આપી હતી.
તેજસ્વી યાદવે પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે આજકાલ એક દૌર ચાલ્યો છે ભાઇ દેશભક્તિનું સર્ટિફિકેટ લઇ લો,જે આપશે તે દેશભકત અને જે નહીં આપે તે દેશભક્ત નથી તેમણે કહ્યું કે એનડીએના કોઇ ધારાસભ્ય છે જેમણે કહ્યું કે મુસલમાનોથી મતદાનનો અધિકાર છીનવી લો,હદ થઇ ગઇ.તેજસ્વી યાદવે કહ્યું કે આ દેશની આઝાદીમાં બધાએ કુરબાની આપી છે. હાં આરએસએસવાળાઓએ આપી નથી અને આ લોકો તિરંગાની વાત કરે છે.
તેજસ્વી યાદવે કહ્યું કે કોઇ માઇના લાલમાં દમ નથી જે મુસલમાનોથી મતદાનનો અધિકાર છીનવી લે.તેજસ્વી યાદવે આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને ઉદ્યોગ મંત્રી શાહનવાજ હુસૈનને સંબોધિત કરતા કહ્યું કે શાહનવાજભાઇ મતદારો મતદાન કરવાનો અધિકારી છીનવી લેવામાં આવશે અને તમે કાંઇ પણ બોલશો નહીં.
તેજસ્વી યાદવે કહ્યું કે આશ્ચર્ય થાય છે કે ધર્મનિરપેક્ષતાનો ચોલો પહેરીને બેઠેલ મુખ્યમંત્રી તેના પર તાળીઓ પાડી રહ્યાં છે. હકીકતમાં આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જયારે બિહાર ભાજપના ધારાસભ્ય હરિ ભૂષણ ઠાકુરે મુસ્લિમોને લઇ બિનજવાબદારપૂર્ણ નિવેદન આપ્યું હતું તેમણે માંગ કરી હતી કે સરકારે મુસલમાનોથી તેમના મતદાન કરવાનો અધિકાર છીનવી લેવો જાેઇએ ઠાકુરે કહ્યું હતું કે ૧૯૪૭માં ધર્મના નામ પર દેશનું વિભાજન થયું હતું ત્યારે મુસ્લિમોને તેમનો દેસ મળી ગયો હતો અને તેઓએ ત્યાં ચાલ્યા જવું જોઇએ