જીવનશૈલી

૧૫મી માર્ચ સુધીમાં ગરમીનો પારો ૪૦ને પાર થવાની પણ આગાહી

ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરીથી માવઠાની આગાહી કરી છે. જેના કારણે રાજ્યના ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ૭મી માર્ચે દક્ષિણ ગુજકાતના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે. જ્યારે રવિવાર સુધીમાં ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની અને ૧૫મી માર્ચ સુધીમાં ગરમીનો પારો ૪૦ને પાર થવાની પણ આગાહી કરી છે. એટલે ગુજરાતીઓને એક તરફ ઘગઘગતી ગરમી અને એક તરફ વરસાદનો સામનો કરવો પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ૭મી માર્ચે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદ પડી શકે છે. આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે. ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવશે, તો ગરમીનું પ્રમાણ પણ ઘટી શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ સેવાઇ રહી છે. જેથી ખેડૂતોની ચિંતા વધી છે.
અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાન ૧ ડિગ્રી જેટલો ઘટાડો થયો હતો. ગઇકાલે, અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૫.૦ અને લઘુતમ તાપમાન ૧૮.૨ ડિગ્રી નોંધાયું હતું. જાેકે, આગામી ૨૪ કલાક ગરમીથી રહી શકે છે. જે બાદ ૫ માર્ચથી ગરમીનો પારો વધીને ૩૮ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રીની આસપાસ પહોંચવાની આગાહી છે. ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનોને કારણે રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રીથી વધુ નોંધાયો હતો. પરંતુ, ગુરુવારે પવનની દિશા બદલાતા તાપમાન નીચું આવ્યું હતુ.
આ વર્ષે શિયાળામાં પણ અનેકવાર માવઠું થતા રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે હવે શિયાળા બાદ ઉનાળામાં પણ માવઠાની વકી છે. ત્યારે શિયાળામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યુ હતુ હવે ત્યારે ઉનાળામાં માવઠાની આગાહી ફરીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
ગરમી અંગે આ પહેલા પણ ભારત હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન લગાવ્યું છે કે, માર્ચથી મે મહિનામાં ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગો, ઉત્તરપૂર્વીય ભારતના મોટાભાગના ભાગો, મધ્ય ભારત અને પૂર્વીય દરિયાકાંઠાના પ્રદેશો અને હિમાલય નદી કિનારે કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.તો મહત્તમ તાપમાન પશ્ચિમ ભારત અને મધ્ય ભારતથી આગળ, ઉત્તર પશ્ચિમ ભારત અને ઉત્તરપૂર્વ ભારતના ઉત્તરીય ભાગોમાં ઘણા વિસ્તારો સામાન્ય કરતા વધારે રહેવાની ધારણા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું છે કે, ઉનાળા ઋતુ શરૂઆત થતા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું .જેમાં માર્ચથી લઈને મેં મહિનામાં તાપમાન કેટલું રહેશે તેને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે.ત્યારે ગુજરાતમાં ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે. માર્ચ મહિનાની શરૂઆતમાં મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અત્યારે તાપમાન સામાન્ય છે. માર્ચના અંત સુધીમાં સામાન્ય રીતે ૪૦ ડીગ્રી આસપાસ તાપમાન રહેતું હોય છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button