અનિલ અંબાણીની કંપનીની રિકવરી, ૫ દિવસમાં રોકાણકારોને મજબૂત વળતર મળ્યું

છેલ્લા કેટલાક દિવસોથી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ રોકાણકારોને મજબૂત વળતર આપી રહી છે. આ કંપનીએ માત્ર ૫ કામકાજના દિવસોમાં લગભગ ૧૪ ટકા રિટર્ન આપ્યું છે.ટ્રેડિંગમાં બીએસઇ ઈન્ડેક્સ પર રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરની કિંમત રૂ. ૪.૧૮ અથવા ૪.૭૬ ટકા છે. તે જ સમયે, કંપનીની બજાર મૂડી રૂ. ૨૦૦ કરોડને પાર કરી ગઈ છે. જાે આપણે ૫ દિવસની વાત કરીએ તો કંપની હવે ૩.૬૦ પૈસાના આ સ્તરને સ્પર્શી ગઈ છે.
મહત્વની વાત એ છે કે તાજેતરમાં જ સેબીએ રિલાયન્સ હોમ ફાઈનાન્સ પર કાર્યવાહી કરી હતી. વાસ્તવમાં, સેબીએ રિલાયન્સ કેપિટલની પેટાકંપની રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ, ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને અન્ય ત્રણને અન્યાયી વર્તન ઉપરાંત ધારાધોરણોના ઉલ્લંઘન બદલ મૂડીબજારમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી રિલાયન્સ ગ્રૂપની મોટાભાગની કંપનીઓના શેર ભારે દબાણ હેઠળ હતા. જાેકે, હવે રિકવરી દેખાઈ રહી છે.