રાજકારણ

રોબર્ટ વાડેરાએ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી વચ્ચે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું ગુમાવેલી જમીન પાછી મેળવવાના પ્રયાસમાં લાગેલી છે, તો પ્રિયંકા ગાંધી ની સક્રિયતા અન્ય પાર્ટીઓને પરેશાન પણ કરી રહી છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધી વાડેરાના પતિ રોબર્ટ વાડેરા એ ૨૦૨૪ લોકસભા ચૂંટણી પર પોતાનો મત રજૂ કરતા કહ્યું કે, લોકો તેમની પાસે મુરાદાબાદ કે ઉત્તર પ્રદેશના કોઈ શહેરમાંથી લોકસભા ચૂંટણી લડવાની આશા રાખી રહ્યા છે.

હકીકતમાં, એ વાતમાં કોઈ શંકા નથી કે, ઉત્તર પ્રદેશની ચૂંટણીની સાથે-સાથે કોંગ્રેસ ૨૦૨૪ની ચૂંટણીને લઈને પણ પોતાની તૈયારી કરી રહી છે. તો, ઉત્તર પ્રદેશના મુરાદાબાદ શહેરમાં ૧૮ એપ્રિલ, ૧૯૬૯એ રોબર્ટ વાડેરાનો જન્મ થયો હતો. રોબર્ડ વાડેરાએ ૨૦૨૪ની ચૂંટણીને લઈને કહ્યું કે, ‘મારી પાસે બધા આશા રાખી રહ્યા છે કે મુરાદાબાદ કે ઉત્તર પ્રદેશના કોઈ શહેરને પસંદ કરી રાજકીય રીતે બહાર નીકળું અને પાર્લામેન્ટમાં જાઉં, જાેકે હજુ જાેઈએ કે હું ૨૦૨૪ની ચૂંટણીમાં ભાગ લઈશ કે નહીં, હાલ હું દરરોજ લોકોની સેવા કરી રહ્યો છું.’

તેમણે કહ્યું કે, ‘ચૂંટણી હોય કે ન હોય, હું દેશભરના મંદિર, મસ્જિદ, ચર્ચ તેમજ ગુરુદ્વારા પણ જાઉં છું અને જ્યારે હું આટલા લાંબા સમયથી મહેનત કરી રહ્યો છું, તો રાજકારણમાં જે સ્થળેથી ઉતરીશ ત્યાં પરિવર્તન આવશે અને ત્યાંના લોકોની પણ પ્રગતિ થશે. જ્યારે પ્રિયંકા ગાંધી ઘરે આવે છે તો અમે રાજકારણ અંગે ચર્ચા કરીએ છીએ. સાથે ગામડાંઓમાં જે લોકો પરેશાન છે તેના પર પણ વાત કરીએ છીએ.’

ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીને મુખ્યમંત્રી તરીકે જાેવા અંગેના સવાલ પર રોબર્ટ વાડેરાએ કહ્યું કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ક્યારેય પદ માટે નથી વિચારતા. તેમણે કહ્યું કે, ‘રાજનીતિ તેમના લોહીમાં છે. તે બધા લોકો માટે મહેનત કરશે. દરેક જગ્યાના લોકો ઈચ્છે છે કે, તે સીએમ બને, પરંતુ એ કોંગ્રેસ પાર્ટી અને પ્રિયંકાનો ર્નિણય છે કે તે પોતાનું વર્તુળ યુપી સુધી રાખવા ઈચ્છશે કે દેશમાં કરવા ઈચ્છશે, કેમકે તે એક નેશનલ લીડર છે. આ ચૂંટણીમાં કોંગ્રેનું રિઝલ્ટ સારું આવશે અને અમે ડબલ ડિજિટ જાેઈ રહ્યા છીએ અને અમારો સહકાર એમને આપીશું જે જનતા માટે એક સારી સરકાર આપશે. કોંગ્રેસ પાર્ટીએ પાંચેય રાજ્યોમાં પૂરી મહેનત કરી છે, અમે દેશભરના લોકો માટે ચૂંટણી લડી રહ્યા છીએ.’

વાડેરાએ મોદી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ‘મારા માટે છેલ્લા ૮ વર્ષથી મુશ્કેલી ઊભી કરી છે. અમારા પરિવારની સુરક્ષા હટાવાઈ, પરંતુ અમે ક્યારેય ડરવાના નથી.’ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ‘દેશભરમાં મોંઘવારી વધી ગઈ છે. યુવાનો પાસે રોજગાર નથી, કોવિડ દરમિયાન આપણે બધાની હાલત જાેઈ છે, સરકારે હોસ્પિટલો પર રૂપિયા ખર્ચ કરવા જાેઈતા હતા. પરંતુ સરકારનું ફોકસ તદ્દન અલગ છે, તે તો સેન્ટ્રલ વિસ્ટા તેમજ અન્ય પ્રોજેક્ટમાં રૂપિયા ખર્ચ કરી રહી છે.’

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button