આગ્રામાં ઓટો ડ્રાઈવર સહિત ત્રણ લોકોએ વિદ્યાર્થિની સાથે ગેંગરેપ કયો

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં બી.કોમની વિદ્યાર્થિની સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે, તે ઘરેથી યુનિવર્સિટીમાં પરીક્ષા ફોર્મ ભરવા માટે આવી હતી. આ દરમિયાન ઓટો ચાલક તેને ઘઉંના ખેતરમાં લઈ ગયો હતો, ત્યાં તેણે અને તેના બે સાથીઓએ તેની સાથે વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં આ દરમિયાન આરોપીએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરીને બે આરોપીની ધરપકડ કરી છે અને ત્રીજાે આરોપી હજૂ ફરાર છે. પોલીસે તેને પકડવા પ્રયાસો હાથ ધર્યા છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ટુંડલાની યુવતી (૨૧) બી.કોમની વિદ્યાર્થિની છે અને એતમાદપુર વિસ્તારની કોલેજમાં અભ્યાસ કરે છે. રવિવારની સવારે તે (પીડિતા) તેના કાકા સાથે ટુંડલાથી આગ્રા તેનું પરીક્ષા ફોર્મ ભરવા માટે આવી હતી. જાેકે, રવિવાર હોવાથી કોલેજ બંધ હતી. આના પર તે તેના કાકા સાથે ફતેહાબાદ રોડ પરના તેના ઘરે ગઈ હતી. બપોરના એક વાગ્યાની આસપાસ કાકાએ તેને રામબાગ ચોકડી પર ઉતાર્યો હતો. અહીંથીતે ઓટોમાં ટુંડલા જવા નીકળ્યો હતો. પીડિત વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, ઓટો ડ્રાઈવર તેને એકલી લઈ ગયો અને મોબાઈલ ફોન પર વાત કરવા લાગ્યો હતો.
આ દરમિયાન ઓટો ચાલકે વધુ બે યુવકોને સર્વિસ રોડ પરથી સાથે લીધા હતા. થોડે દૂર ચાલ્યા બાદ તેને ઘઉંના ખેતરમાં ખેંચી ગયો અને તેની સાથે સામૂહિકબળાત્કાર કર્યો હતો. આ દરમિયાન યુવકોએ તેના મોબાઈલથી તેનો વીડિયો પણ બનાવ્યો હતો. તેમજ ફરિયાદીનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આરોપીએ તેણીને એફએચ મેડિકલ કોલેજની બહાર છોડી દીધી હતી. અહીંથી ઘરે પહોંચેલી પીડિતાએ પરિવારને પોતાની આપવીતી સંભળાવી હતી. સંબંધીઓનીફરિયાદના આધારે એતમાદપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. હાથથી લખેલા નામથી કરી ઓળખ પીડિત વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, જ્યારે તે આગળ આવશે ત્યારે તે ત્રણેય આરોપીઓને ઓળખી લેશે. તેમાંથી એકના હાથ પર ભુરા યાદવ નામ લખેલું છે. પીડિતાએજણાવ્યું કે, ઓટો ડ્રાઈવરના બે સાથી ઓટોમાં સવાર થયા હતા. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ વિદ્યાર્થિનીએપ્રથમ ટુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અરુણ કુમારના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપી ભૂરા અને યશપાલે પૂછપરછ દરમિયાન ઘટનાની કબૂલાત કરી છે. તેમણેજણાવ્યું કે, તેમના ત્રીજા પાર્ટનર યોંગેન્દ્રએ તેના મોબાઈલથી વીડિયો બનાવ્યો હતો. તે ફરાર છે. હવે પોલીસ તેની ધરપકડ કરવા પ્રયાસ કરી રહી છે. તેની ધરપકડબાદ મોબાઈલ મહત્વનો પુરાવો બની જશે. આવા સમયે, એસપી (પશ્ચિમ) સત્યજીત ગુપ્તાએ કહ્યું કે, એક પીડિતાએ પોલીસ સ્ટેશન એતમાદપુરમાં ગેંગ રેપના સંબંધમાંફરિયાદ આપી છે.