રાજકારણ

સોશલ મીડિયાની અશ્લીલ સમાગ્રીથી પ્રદેશમાં દુષ્કર્મની ઘટના વધી રહી છે.ઃ રાજસ્થાનના મંત્રી

રાજસ્થાન વિધાનસભામાં પ્રદેશની બગડતી કાયદો વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો હતો ભાજપે ગહલોત સરકારને કાયદો વ્યવસ્થાના મુદ્દા પર ગૃહમાં ભારે ઘેરી હતી.વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે પ્રદેશમાં દુષ્કર્મની ઘટનાો પર રોક લગાવી રહી નથી દેશમાં સૌથી વધુ દુષ્કર્મની ઘટનાઓ રાજસ્થાનમાં થઇ રહી છે.વધતી દુષ્કર્મની ઘટનાઓ પ્રદેશના માથા પર કલંક છે.રાજય સરકાર પોતાની નિષ્ફળતા છુુપાવી રહી છે.દુષ્કર્મની ઘટનાઓને રોકવા માટે રાજય સરકાર ગંભીર નથી

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કટારિયાના સવાલના જવાબમાં સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલે વિધાનસભામાં કહ્યું કે સોશલ મીડિયાની અશ્લીલ સામગ્રીથી પ્રદેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે.તેમણે કહ્યું કે ત્રણ વર્ષમાં બાળકીઓ સાથે દુષ્કર્મના ૫૭૯૩ મામલા દાખલ થયા છે રેપના આરોપમાં ૬૬૨૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જયારે ૧૨૯ મામલામાં ૩૯૩ આરોપીઓને કોર્ટથી સજા થઇ.૪૬૩૧ મામલામાં અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.તેમણે કહ્યું કે પ્રદેશમાં પોકસો કોર્ટની સંખ્યા ૫૪ છે તેની સંખ્યા વધી તો સજાના મામલામાં પણ વધારો થશે

  1. ધારીવાલે કહ્યું કે સોશલ મીડિયા પર અશ્લીલ સામગ્રી પિરસવામાં આવી રહી છે તેને કારણે દુષ્કર્મની ઘટનાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે ધારીવાલે વિધાનસભામાં વિરોધ પક્ષી સભ્યોને આશ્વાસન આપ્યું કે રાજય સરકાર બાળકીઓ સાથે દુષ્કર્મના આરોપીઓને સજા અપાવવાનો પુરો પ્રયાસ કરી રહી છે.બાળકીઓથી દુષ્કર્મની ઘટનાઓને રોકવા માટે સરકાર ગંભીર છે રાજસ્થાન પબ્લિક સેફટી બિલ પાસ થવા પર અધિસૂચિત ક્ષેત્રમાં સીસીટીવી લગાવવાનું અનિવાર્ય થશે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button