ઉત્તરાખંડમાં ભાજપને બહુમતિ નહીં મળે તો પૂર્વ મુખ્યમંત્રી પોખરિયાલની ભૂમિકા વધશે

ઉત્તરાખંડમાં ભાજપ જાે બહુમતિના આંકડાને પાર કરી નહીં શકે તો પૂર્વ મુખ્યમંત્રી ડો રમેશ પોખરિયાલ નિશંકની ભૂમિકા મહત્વપૂર્ણ થઇ શકે છે.રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય અને નિશંકની મુલાકાત બાદ આવી ચર્ચા શરૂ થઇ છે.વિજયવર્ગીયને ભાજપના રાજકીય પ્રબંધક તરીકે જાણીતા છે.
પાર્ટી હાઇકમાન્ડે અનેક પ્રદેશમાં તેમનો આ રૂપમાં ઉપયોગ પણ કર્યો છે જાે કે તે અનેકવાર નિષ્ફળ પણ રહ્યાં છે કોંગ્રેસ વિજયવર્ગીયને ઉત્તરાખંડમાં ૨૦૧૬માં પોતાની પાર્ટીીમાં થયેલ બળવાના સુત્રધાર માને છે. હવે ચુંટણીના પરિણામ આવતા પહેલા વિજયવર્ગીયની ઉત્તરાખંડમાં દસ્તકથી રાજકીય હલચલ વધી ગઇ છે.આ દરમિયાન ડો.નિશંકની સાથે તેમની બેઠકના અનેક તર્ક કાઢવામાં આવી રહ્યાં છે.
નિશંકને પણ સત્તાના પ્રબંધકમાં માહિર માનવામાં આવે છે લાંબા રાજનીતિક અનુભવથી વિપક્ષની સાથે જ અપક્ષથી પણ તેમના નજીકના સંબંધ રહ્યાં છે જાે ભાજપ બહુમતિના ગણિતથી દુર રહે તો નિશંકની જવાબદારી વધી શકે છે. ૨૦૦૭ની ચુંટણીમાં ભાજપ બહુમતિના આંકડાથી માત્ર એક બેઠક દુર હતી. ત્યારે નિશંક પૌડીથી જીતેલા અપક્ષ યશપાલ બેનામને પોતાની સાથે દુન લાવ્યા જાે કે પાર્ટીએ ત્યારે યુકેડીથી પણ સમર્થન હાંસલ કરી લીધો હતો વર્ષ ૨૦૧૨માં ભાજપ ૩૧ બેઠકો પર અટકી ગઇ હતી ત્યારે તે સમયના મુખ્યમંત્રી બી સી ખંડૂરીની હાર પર તેમના તરફથી સરકાર બનાવવાનો પ્રયાસ ન કર્યો તો નિશંક સક્રિય થઇ ગયા હતાં પરંતુ ભાજપ હાઇકમાન્ડના એક નેતાએ ત્યારે તેમને જાેડતોડ કરવાની ના પાડી દીધી હતી.