સાકરદા ના બાબરપુરા માં સુજલમ સુફલામ ના નામે ખનીજ માફિયા દ્વારા માટી સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની માં વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે એવી માહિતી પ્રકાશ માં આવી છે,

સાકરદા ના બાબરપુરા માં સુજલમ સુફલામ ના નામે ખનીજ માફિયા દ્વારા માટી સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની માં વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે એવી માહિતી પ્રકાશ માં આવી છે,
મળતી માહિતી આધારે સાકરદા ગામના બાબરપુરા સિમ વિસ્તારથી ને NH 8 થી નજીક આવેલ છે ત્યાં તળાવ ને ઊંડું કરવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ તે માટી પંચાયત કે કોઈ સરકારી ઉપયોગ માં લેવામાં આવતી નથી, માટી સીધે સીધી બીજા ગામે આવેલ કંપની ને વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે,
સરકારી અધિકારીઓ અને ગ્રામ પંચાયત ની મિલીભગત થી ખનન માફિયા આ માટી નો ઉપયોગ સરકારી કામ છોડી ને સીધે સીધું પદમલા ખાતે નવિ સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની નુ લેવલ કરવા માટી વેચી દેવાની વાત પ્રકાશ આવી છે.
વધુ માં આ સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની એ લાખો મેટ્રિક ટંન માટી ગેરકાયદેસર રીતે માટી પોતાના કંપાઉન્ડ માં નાખીને પુરાણ કર્યું છે તેવી વાત સુત્રો થી મળી આવિ છે.
પદમલા ખાતે આવેલ નવિ કંપનીના બાંધકામ અને પુરાણ કરવા (સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની ની 14 વીઘા જમીન આવેલી છે.)જે નુ તળીયુ રોડથી 7 ફૂટ ઉન્ડુ હતુ જે જમીન લેવલ આજે પાંચ ફૂટ નુ માટીનુ પુરાણ કરવામાં આવ્યું છે.
કોઈ પણ ગામ પંચાયત ના ગૌચરની જમીન ની માટી બીજા ગામે આવેલ કંપની ને કઈ રીતે વેચી દેવાય ?
શુ આ કંપનીએ કેટલા રુપિયા રોયલ્ટી રુપે સરકાર માં ચૂકવ્યા હશે ?
પુરાણની માટી ક્યાંથી લાવવામાં આવેલ છે તે એક પ્રશ્ન ઉભો થયો છે.
આમ ખેડૂતો કે સરકારી કામ માટે માટી મળતી નથી તો આવી પ્રાઈવેટ કંપનીઓને માટી કેમ વેચી દેવામાં આવે છે તેપાસનો વિષય બને છે.
સરકારી ગૌચરની જમીનો નુ ભેલાણ કરવા પંચાયતો અને ખનીજ માફીયાઓ હાથ ધોયને પડ્યા છે.
તો આગળ પસુ અને પર્યાવરણ નુ ભવિષ્ય શુ..?