નંદેસરી બજાર માં પોલીસ કર્મીએ 15 વર્ષ ના છોકરાને વાંક ગુના વગર જાહેર માં માર માર્યો છોકરો ઇજાગ્રસ્ત, સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ,
નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તાર માં છાણી પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીએ 15 વર્ષીય બાળક પર કરીયાના ની દુકાન માં જઈ હુમલો કર્યો !
છોકરા ને પોલિસે બેરહેમીથી જાહેર માં માર માર્યો સમગ્ર ઘટના CCTV કેમેરા માં કેદ થઈ, 15 વર્ષીય છોકરો ઇજાગ્રસ્ત થયો
પ્રાપ્ત વિગત અનુસાર શનિવારે સાંજના સમયે નંદેસરી બજાર માં આવેલ ચાઈનીઝ ની લારી પાસે 2 છોકરાઓ હસી મઝાક કરી મસ્તી કરતા હતા, તે દરમિયાન છાણી પોલીસ સ્ટેશન ની પોલીસ વાન ત્યાંથી પસાર થઈ પોલીસ વાન માં બેસેલ છાણી પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મી આ લારી પાસે ગાડી ઉભી રાખી હતી અને 15 વર્ષીય મહેશ નામના છોકરા ને દોડાવ્યો જેથી છોકરો પોતાની કાકા ની દુકાન માં આવી ગયો હતો, તેની પાછળ તરત જ છાણી પોલીસ સ્ટેશન નો પોલીસ કર્મી આવી ને સીધો કારીયાના ની દુકાન માં ઘૂસી છોકરાને કાઈજ પૂછ્યા વિના માર માર્યો, આ પોલીસ કર્મીએ છોકરા ને દુકાન ની બહાર કાઢી ને જાહેર રસ્તા પાસે 15 વર્ષીય છોકરા નો હાથ ઊંધો વાળી ને માથાના ભાગે માર માર્યો સાથે છોકરા ના ગુપ્ત ભાગે લાત મારી, આ સમગ્ર ઘટના દુકાન માં લગાવેલ CCTV કેમેરા માં કેદ થઈ હતી,
15 વર્ષીય છોકરા ને પોલીસ કર્મી દ્વારા માર મારતા ઇજાઓ પોહચી હતી, આ જાણી ને સમગ્ર ગ્રામજનો પોલીસ સામે આક્રોશ સાથે નંદેસરી પોલીસ મથકે પોહચ્યા હતા,
મોટી સંખ્યામાં ગ્રામજનો નંદેસરી પોલીસ મથક પોહચી ન્યાય ની માંગ કરી હતી, જેથી તાત્કાલિક ધોરણે નંદેસરી પોલીસે છાણી પોલીસ મથક ના પોલીસ કર્મી ની અટકાયાત કરી વધુ કાર્યવાહી હાથ ધરી,
ભોગ બનનાર 15 વર્ષીય છોકરા ના પપ્પા નું 2 વર્ષ પહેલાં અવસાન થયેલ છે જેથી છોકરા ને તેના કાકા જ સાચવે છે, તેના જ કાકા ની કારીયાના ની દુકાન માં જઈએ પોલીસ કર્મીએ બાપ વગર ના છોકરા ને બેરહેમી પૂર્વક માર માર્યો
પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા ના પોલીસ કમિશનર પાસે આ બનાવ પોહચ્યો હતો જેથી કમિશ્નર શ્રી એ તાત્કાલિક યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું
A ડિવિઝન ના ACP પણ તાત્કાલિક નંદેસરી પોલીસ મથક પોહચ્યા