કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના વંશવાદ સામે ભાજપ સાવ ચૂપ, દીકરાને પ્રમોટ કરી પદ આપ્યું

ભાજપ કોંગ્રેસમાં નહેરૂ-ગાંધી ખાનદાનના વંશવાદની ટીકા કરે છે ત્યારે મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના વંશવાદ સામે કેમ ચૂપ છે એવો સવાલ ભાજપમાં જ પૂછાઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના પુત્ર મહાઆર્યમનને ગ્વાલિયર ડિવિઝન ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ બનાવ્યા છે.
જ્યોતિરાદિત્યે ઘરના ભૂવા, ઘરનાં ડાકલાં જેવો ઘાટ કરીને નાળિયેર પોતાના ઘર ભણી ફેંક્યું છે કેમ કે, ‘ગ્વાલિયર ડિવિઝન ક્રિકેટ એસોસિએશન’ના પેટ્રન એટલે કે આશ્રયદાતા તરીકે જ્યોતિરાદિત્ય પોતે છે.સિંધિયા દ્વારા નવી કારોબારીની રચના કરવામાં આવી તેમાં ભૂતપૂર્વ આઈએએસ અધિકારી પ્રશાંત મહેતાને પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
જ્યોતિરાદિત્યે દીકરાને ક્રિકેટ એસોસિએશનમાં ઉપપ્રમુખ બનાવીને રાજકીય કારકિર્દી શરૂ કરાવી દીધી છે. આર્યમાન ભવિષ્યમાં જ્યોતિરાદિત્યની સ્થાન લેશે એ નક્કી છે. મહાઆર્યમન પિતા સાથે થોડા દિવસ પહેલાં મોદીને મળ્યો હતો. એ પછી મોદી પોતે સિંધિયાના ઘરે ગયા હતા. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, પક્ષની નેતાગીરી સતત રાહુલ-પ્રિયંકા પર પ્રહાર કરીને વંશવાદનો મુદ્દો ઉઠાવે છે પણ આ ઘટના ભાજપનાં બેવડાં ધોરણ છતાં કરે છે.