ગુજરાતભારતવ્યાપાર

ખેડૂત ના 524000 રૂપિયા બળી ને ખાખ!ધીંગડા ગામે આગ લાગતા એક ખેડૂતને પંદર લાખથી વધુનું નુકશાન 

બાવળા ના ધીંગડા ગામે આગ લાગતા એક ખેડૂતને પંદર લાખથી વધુનું નુકશાન  ઘરવખરી બળીને ખાખ, સીજનમા પકવેલ જીરૂના રૂ 524000 પણ બળી જવા પામ્યા


બાવળા તાલુકાના ધીંગડાગામે આજરોજ તારીખ 5 4 2022ના રોજ સવારમાં આઠ વાગ્યે શોર્ટ સર્કિટથી આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધરી આખા ઘરને લપેટમાં લીધું હતું સદ્સીબે કોઇ જાનહાની થવા પામી નથી ગામના ખેડૂત ગોપાલભાઈ ચતુરભાઈ પ્રજાપતિ ના જણાવ્યા પ્રમાણે તેઓ સામાજિક કામથી બાવળા જતા હતા ત્યારે તેમને ઘરેથી ફોન આવ્યો કે આપણા ઘરમાં આગ લાગી છે અને બધું જ બળીને ખાખ થઇ ગયું છે તેમના કહેવા પ્રમાણે સાસુ-વહુ ઘરમાં ટીવી જોતા હતા ત્યારે સૉર્ટ સર્કિટ થવા પામી હતી અને આગ લાગી હતી રાજુભાઈ એ લાઈટ નો મેન સપ્લાય કાપી નાખતા લાઇટ બંધ થતા આગ ગામલોકો ઓલવવામાં લાગી ગયા હતા પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગ કાબૂમાં આવી ન હતી ધોળકા નગર પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓ આવીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ બે કલાક પછી કાબૂમાં આવી હતી તેમના જણાવ્યા પ્રમાણે આ આગમાં તેમની જીંદગીની રળી કમાણી બધી બળીને ખાખ થઈ જવા પામી છે જેમાં ફ્રીજ ટીવી પંખા કબાટ તથા ઘરમાં રાચરચીલું બધું જ બળી જવા પામ્યું છે સિઝનમાં કરેલી મહેનત થી પકવેલ જીરૂ વેકી તેની આવકના રૂપિયા 524000 ગોદડામાં મુકેલા હતા તે પણ ભળી જવા પામેલ છે તથા સિઝન હોય બાર મહિના ચાલે તેટલુ કરિયાણું પણ ભરેલું હતું તે પણ બળીને ખાખ થઇ જવા પામ્યું છે હવે ગોપાલભાઈ પ્રજાપતિ સરકાર પાસે કોઈ સહાય મળે તેવી મીટ માંડીને બેઠા

NS NEWS

NAITIK SAMACHAR

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button