જવાહર નગર પોલીસ ની પ્રશંસનીય કામગીરી કર્યો 1 કા 2 નો પર્દાફાશ

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની એક પહેલ સબકા સાથ સબકા વિકાસ ની વાત સાથે જો વાત કરવામાં આવે તો હર ધર ઉજાલા ની યોજના ઉપર પાણી ફેરવતી અમુક ગેસ એજન્સીઓ દ્રારા ખુબજ મોટા પ્રમાણમાં ગેસ રિફીલિંગ (ગેસ ચોરી) જેવું કૃત્ય કરવામાં કોઈ પણ કસર છોડતા નથી તેવામાંજ જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે LPG ગેસ રિફીલિંગ કરતા ગેસ ચોરો ને ઝડપી પાડ્યા હતા
વડોદરા જવાહરનગર પોલીસ સ્ટાફ ના પેટ્રોલિંગ દરમ્યાન LRD ગવરાજસિંહ ને મળેલી બાતમી આધારે
કરોળિયા ગામ માં ખત્રી ફળિયા માં રહેતા કિરીટ પરમાર તથા ઘનશ્યામ પરમાર LPG ગેસ ના બોટલ નું રિફીલિંગ કરી રહ્યા હતા,
આ LPG ગેસ ના બોટલ નો જથ્થો કરોળિયા ના કોઈ મકાન ની બહાર કમ્પાઉન્ડ માં ઉતારી ગ્રાહકો ને સપ્લાય કરતા હોય છે,
પરંતુ આરોપી દ્વારા એકબીજાના મેળાપીપણામાં લોખંડ ની પાઇપ વળે ભરેલા ગેસ ના બોટલ નું સીલ ખોલી ખાલી બોટલમાં થોડો ગેસ રિફીલિંગ કરતા હોવાની માહિતી મળતા જવાહર નગર પોલીસે એ રેડ કરતા બે આરોપી ને ઝડપી પાડ્યા હતા,
મુદ્દા માલ માં 53 ગેસ ના બોટલ રિફીલિંગ ના સાધનો મડી આવ્યા હતા
જવાહરનગર પોલીસ સ્ટેશન ના PI ભાવેશ સિંગરખિયા તથા તેઓના સ્ટાફ દ્વારા ઉત્તમ કામગિરી કરવામાં આવી,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)