ક્રાઇમગુજરાતભારત

સુરતના ઇતિહાસમાં પહેલીવારી ક્રાઇમબ્રાંચના ડીસીપી તરીકે મહિલાની નિમણૂંક, બાળકને જન્મ આપ્યાના ૫૦માં દિવસે સંભાળી જવાબદારી

શહેરના ઇતિહાસમાં પહેલીવાર ક્રાઇમબ્રાંચના ડીસીપી તરીકે એક મહિલા અધિકારીએ જવાબદારી સંભાળી છે.

૧૪ ફેબ્રુઆરીએ માતા બનેલા રૂપલ સોલંકીએ સુરત ક્રાઇમબ્રાંચના ડીસીપી તરીકે આજે ચાર્જ સંભાળ્યો હતો. બાળકને જન્મ આપ્યાનાં ૨૧માં દિવસે રૂપલ સોલંકીએ ચાર્જ સંભાળતા જણાવ્યું કે, માતા બન્યા બાદ સ્ત્રી વધારે મજબુત બને છે.
સુરતમાં ચાર્જ સંભાળ્યા બાદ રૂપલ સોલંકીએ કહ્યું કે, મને જે ચાર્જ સોંપવામાં આવ્યો તે સંપુર્ણ નિષ્ઠા સાથે નિભાવીશ. આ જે અનોખી જવાબદારી મને મળી છે તે સંભાળવા માટે હું આતુર પણ છું. સુરતનાં વધી રહેલા ક્રાઇમ રેટને ઘટાડવો મારૂ પ્રાથમિક લક્ષ્?યાંક રહેશે. આ ઉપરાંત બાળકની જવાબદારી તો છે જ છે. પરંતુ બંન્ને વચ્ચે સારી રીતે સુમેળ સાંધને બંન્ને ક્ષેત્રે હું સફળ થાઉ તેવા પ્રયાસો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સુરતમાં વધી રહેલો ક્રાઇમરેટ પોલીસ માટે સૌથી મોટો પડકાર છે.
સતત વધી રહેલા ક્રાઇમરેટના કારણે સુરત ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બની ચુક્યું છે. જ્યાં રોજે રોજ ચોરી, લૂંટ, હત્યા, બળાત્કાર જેવા મોટા ભાગનાં ગુનાઓ બનતા જ રહે છે. પોલીસ સામે આ ગુનેગારોને ડામવા સૌથી મોટો પડકાર છે. તેવામાં ક્રાઇમબ્રાંચની જવાબદારી રૂપલ સોલંકીએ સંભાળી છે ત્યારે તેમની સામે સૌથી મોટો પડકાર રહેશે કે સુરતમાં બેફામ બનેલા અસામાજિક તત્વોને કાબુમાં લઇને રોકેટ થઇ ચુકેલા ક્રાઇમના ગ્રાફને નાથવો.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button