ગુજરાત

પાટણ : બોર્ડની પરિક્ષા દરમિયાન પિતાનું નિધન,અગ્નિદાન આપી પરીક્ષા આપી

હાલ રાજયમાં બોર્ડની પરિક્ષાઓ ચાલી રહી છે અને આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓના મોતના અથવા તો આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ હાલ જે કિસ્સો પાટણમાંથી સામે આવ્યો છે તેણે ભારે ચકચાર જગાવી છે. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરિક્ષા આપતા અને પાટણમાં રહેતા ભાઇ બહેનના માથે પરિક્ષા દરમિયાન દુખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમણે તેમના જીવનની સૌથી મુશ્કેલ ઘડીમાં પણ પરિક્ષા આપી સંદેશો પૂરો પાડ્યો છે.


ઘટનાની વિગત જાેઇએ તો, પાટણના ગાયત્રી મંદિર નજીક આવેલ અમરદીપ સોસાયટીમાં રહેતા અને મુન્દ્રા ખાતે જિંદાલ કંપનીમાં ફરજ બજાવતા નિતિનભાઇની દીકરી મહેક ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે અને દીકરો વેદ ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. તે બંનેની બોર્ડની પરિક્ષાઓ ચાલતી હોવાને કારણે તેઓ બંનેને પ્રોત્સાહિત કરતા હતા. શરૂઆતમાં તો ત્રણ દિવસ તેઓ બંનેને પરીક્ષા સેન્ટરે લેવા મૂકવા પણ જતા હતા અને ઘરે આવીને પેપર પણ સોલ્વ કરાવતા હતા.
તેમની પુત્રી અને પુત્ર ડોક્ટર બની સૌથી પહેલા તેમને ઇન્જેક્શન આપે તેવી તેમની ઇચ્છા હતા. પરંતુ મોડી રાત્રે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું નિધન થયુ હતુ. સંબંધીઓ બહારગામ રહેતા હોવાને કારણે અંતિમ સંસ્કાર માટે રાહ જાેવાઇ રહી હતી ત્યારે દીકરા અને દીકરી બંનેને સોમવારના રોજ બોર્ડનું ચોથુ પેપર હતુ.
જેને લઇને પરિવારે તે બંનેને હિંમત આપી અને પરિક્ષા માટે મોકલ્યા હતા. પરિક્ષા આપી આવ્યા બાદ ધોરણ ૧૦માં અભ્યાસ કરતા મૃતકના દીકરા વેદે પિતાના પાર્થિવદેહને મુખારવિંદ આપી અંતિમ વિદાય આપી હતી. બંને ભાઇ બહેન હિંમત હાર્યા વગર પિતાના સપનાને પૂર્ણ કરવા માટે બોર્ડના જે પેપર બાકી રહ્યા છે તે આપી રહ્યા છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button