ક્રાઇમ

તલાટી કમ મંત્રી, વર્ગ-૩ લાંચ લેતા પકડાયો

આરોપી : સ્નેહલભાઇ જેસીંગભાઇ પટેલ, તલાટી કમ મંત્રી, વર્ગ-૩, અંભેટી ગ્રામ પંચાયત, તા.કપરાડા જી. વલસાડ

 

ગુનો બન્યા : તા.૦૬.૦૪.૨૦૨૨

 

ગુનાનું સ્થળ : અંભેટી ગ્રામ પંચાયતનાં કંપાઉન્ડની બહાર રસ્તા ઉપર, અંભેટી ગામ, તા.કપરાડા જી.વલસાડ

 

લાંચની માંગણીની રકમ : રૂ. ૧૦,૦૦૦/-

 

લાંચ સ્વીકારેલ રકમ : રૂ. ૧૦,૦૦૦/-

 

લાંચની રીકવર કરેલ રકમ : રૂ. ૧૦,૦૦૦/-

 

ટૂંક વિગત :

આ કામના ફરીયાદીનાં મિત્રની વલસાડ જીલ્લાનાં કપરાડા તાલુકાનાં અંભેટી ગામે પોતાની માલિકીની ખેતીની જમીન આવેલ છે. જે ખેતીની જમીન બિન ખેતી (એન.એ.) કરાવવા માટે દાખલો મેળવવા ફરીયાદીનાં મિત્રએ અંભેટી ગ્રામ પંચાયત ખાતે અરજી આપેલ. જે ખેતીની જમીનને બિનખેતી કરાવવા દાખલો આપવા આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂપિયા રૂ.૩૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ. જે પૈકી રૂ.૨૦,૦૦૦/- જે તે દિવસે ફરીયાદી પાસેથી આરોપીએ સ્વીકારેલ હતા અને બાકીના રૂપીયા ૧૦,૦૦૦/- આરોપીએ તા.૦૬.૦૪.૨૦૨૨ ના રોજ આાપી જવા જણાવેલ. ફરીયાદી લાંચની રકમ રૂ.૧૦,૦૦૦/- આપવા માંગતાં ન હોય, જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનુ છટકું ગોઠવતા આ કામનાં આરોપી લાંચનાં છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપીયા ૧૦,૦૦૦/- માંગી સ્વીકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

 

ઉપરોક્ત આરોપીને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button