વ્યાપાર

મુંબઈમાં પેટ્રોલ ૧૨૦ રૂપિયાને પાર,૧૬ દિવસમાં ૧૪ વખત ભાવમાં વધારો

ટીપે ટીપે સરોવર ભરાય તેની જેમ પેટ્રોલ-ડીઝલની કિંમત પણ ૮૦-૮૦ પૈસા કરીને રૂપિયામાં વધી રહી છે. દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલે સદી ફટકારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૨૨મી માર્ચથી ભાવ વધારાની શરૂઆત કરી હતી. જે બાદમાં અત્યારસુધી પેટ્રોલમાં ૧૦.૨૦ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે. જાેકે, આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.

ઓઇલ કંપનીઓએ દેશની રાજધાની નવી દિલ્હી સહિત દેશના ચાર મહાનગરોમાં અને મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રાખી છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે ૧૦૫.૪૧ રૂપિયા પર પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૨૦.૫૧ રૂપિયા છે. ઓઇલ કંપનીઓએ ક્રૂડ ઓઇલની કિંમત ૧૦૦ ડૉલર પ્રતિ બેરલ ઉપર જતાં નુકસાન સરભર કરવા માટે તાબડતોબ કિંમતમાં વધારો શરૂ કર્યો છે. ૧૬ દિવસમાં ૧૪ વખત ભાવમાં વધારો કરવામાં આવી ચૂક્યો છે.

દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

– દિલ્હી પેટ્રોલ ૧૦૫.૪૧ રૂપિયા અને ડીઝલ ૯૬.૬૭ રૂપિયા પ્રતિ લીટર– મુંબઈ પેટ્રોલ ૧૨૦.૫૧ રૂપિયા અને ડીઝલ ૧૦૪.૭૭ રૂપિયા પ્રતિ લીટર– ચેન્નાઈ પેટ્રોલ ૧૧૦.૮૫ રૂપિયા અને ડીઝલ ૧૦૦.૯૪ રૂપિયા પ્રતિ લીટર

– કોલકાતા પેટ્રોલ ૧૧૫.૧૨ રૂપિયા અને ડીઝલ ૯૯.૮૩ રૂપિયા પ્રતિ લીટર રહ્યો છે જયારે અન્ય શહેરમાં ભાવ જાેઇએ તો– નોઇડા પેટ્રોલ ૧૦૫.૪૭ રૂપિયા અને ડીઝલ ૯૭.૦૩ રૂપિયા પ્રતિ લીટર– લખનઉ પેટ્રોલ ૧૦૫.૨૫ રૂપિયા અને ડીઝલ ૯૬.૮૩ રૂપિયા પ્રતિ લીટર– પોર્ટબ્લેર પેટ્રોલ ૯૧.૪૫ રૂપિયા અને ડીઝલ ૮૫.૮૩ રૂપિયા પ્રતિ લીટર– પટના પેટ્રોલ ૧૧૬.૨૩ રૂપિયા અને ડીઝલ ૧૦૧.૦૬ રૂપિયા પ્રતિ લીટર

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

– અમદાવાદ પેટ્રોલ ૧૦૫.૦૨ રૂપિયા અને ડીઝલ ૯૯.૪૦ રૂપિયા પ્રતિ લીટર

– સુરત પેટ્રોલ ૧૦૪.૮૭ રૂપિયા અને ડીઝલ ૯૯.૨૭ રૂપિયા પ્રતિ લીટર

– વડોદરા પેટ્રોલ ૧૦૪.૫૪ રૂપિયા અને ડીઝલ ૯૮.૯૨ રૂપિયા પ્રતિ લીટર

– રાજકોટ પેટ્રોલ ૧૦૪.૭૧ રૂપિયા અને ડીઝલ ૯૯.૧૨ રૂપિયા પ્રતિ લીટર

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button