ચૈત્રી આઠમના દિવસે મંદિરોમાં ભકતોનો ધસારા

ચૈત્રી નવરાત્રિની આઠમનું ખાસ મહત્વ હોય છે અને આજે ચૈત્રી આઠમ હોવાથી ગુજરાતના મંદિરોમાં સવારથી જ ભકતોનો ધસારો જાેવા મળ્યો હતો મા ભદ્રકાળીની આરાધના કરવામાં આવી હતી શક્તિપીઠ પાવાગઢ ખાતે ચૈત્રી આઠમે ભક્તનુ ઘોડાપૂર ઉમટી પડયું હતું મોડી રાત્રિથી જ ભક્તો નિજ મંદિર પહોંચી ગયા હતા. ભક્તોના અભૂતપૂર્વ ઘસારાને લઈ સવારે ૪.૦૦ વાગે નિજ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. મંગળા આરતી સાથે મહાકાળી માતાના જયકારા સાથે ભક્તોએ અષ્ટમી દર્શનનો લ્હાવો લીધો હતો. ભક્તોના અભૂતપૂર્વ ઘસારાને પહોંચી વળવા તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરાઈ હતી જયારે સાંજે મંદિરમાં આઠમનો હવન કરવામા આવ્યો હતો અને હવનમાં નાળિયેરી હોમીને તેની પૂર્ણાહુતિ કરાઇ હતી શ્રદ્ધાળુઓને તળેટીથી માચી સુધી પહોંચાડવા લગભગ ૫૦ એસટી બસો મૂકાઈ હતી
તો બીજી તરફ, ચૈત્રી આઠમને અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આઠમના દિવસે આશરે ૮૦ લીટર લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું આઠમના દિવસે ભદ્રકાળી મંદિર, બહુચરાજી મંદિર, મહાકાળી મંદિરમાં માતાજીને વિશેષ શણગાર કરાય હતાં સમગ્ર દેશમાં માત્ર બે ભદ્રકાળી મંદિરમાં જ રાત્રી હવન થાય છે. હવન બાદ વહેલી સવારે મંગળા આરતી અને બપોરે માતાજીને વિશેષ ભોગ ધરાવવામાં આવે છે.આ ઉપરાંત માતાના મંદિરોમાં સવારથી જ ભકતો ઉમટી પડયા હતાં જયારે આજે આઠમના દિવસો અનુષ્ઠાન,યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.