વ્યાપાર

અમેરિકાનો રશિયા પાસેથી ઓઈલ ખરીદી મુદ્દે ભારતને ચેતવણી આપી હોવાનો ઈન્કાર

વ્હાઈટ હાઉસે એ વાતનો ઈન્કાર કર્યો છે કે અમેરિકી ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહે પોતાના ભારત પ્રવાસ દરમિયાન ભારતને ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે દલીપ સિંહની વાતચીતને ‘રચનાત્મક વાતચીત’ તરીકે ગણાવી છે.

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે, હું તેને ચેતવણી સ્વરૂપે જાેતી નથી કે અમે તે વખતે એવું કશું કહ્યું નહતું. સાકીએ કહ્યું કે દલીપ સિંહે ભારત જઈને રચનાત્મક વાતચીત કરી અને સ્પષ્ટ કર્યું કે આ ભારત સહિત પ્રત્યેક દેશનો ર્નિણય છે કે તેઓ રશિયા પાસેથી ઓઈલ આયાત કરે છે કે નહીં.

તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ જાે બાઈડેનનું માનવું છે કે ભારત સાથે અમારી ભાગીદારી દુનિયામાં અમારા સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંથી એક છે. તેમણે દોહરાવ્યું કે પ્રતિબંધ ઓઈલની ખરીદી પર લાગૂ થતા નથી. અમેરિકા મીડિયાનો એક વર્ગ માટે ભારત દ્વારા ઓઈલ ખરીદી પ્રતિબંધો પર લાગૂ થતું નથી. અનેક યુરોપીયન દેશો પણ રશિયા પાસેથી વધુ ઉર્જા સંસાધન ખરીદે છે.

સાકીએ કહ્યું કે નિશ્ચિતપણે તેમણે પ્રતિબંધોનું પાલન કરવું જાેઈએ જે તે ર્નિણય (ઓઈલની ખરીદી પર) સંબંધિત નથી પરંતુ આ સાથે જ અમે ભારતને ઓઈલ ખરીદવામાં એકથી બે ટકા કમી લાવવામાં મદદ કરીશું.

અત્રે જણાવવાનું કે ગત મહિનાના અંતમાં નવી દિલ્હીમાં દલીપ સિંહે કહ્યું હતું કે યુદ્ધ એ દેશોના કારણે ચાલી રહ્યું છે જે પ્રતિબંધોને અવગણે છે. દલીપ સિંહના આ નિવેદનને કેટલાક મીડિયા સંસ્થાનો દ્વારા ભારતને ‘ચેતવણી’ સ્વરૂપે જાેવામાં આવ્યું હતું.

તેમણે પત્રકારો સાથે વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે અહીં અમારા પ્રતિબંધો, અમારી સાથે જાેડાવવા, સંયુક્ત સંકલ્પને વ્યક્ત કરવા અને સંયુક્ત હિતોને આગળ વધારવા માટે મિત્રતાના ભાવથી આવ્યો છું. અત્રે જણાવવાનું કે દલીપ સિંહ યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં આર્થિક મામલાના પ્રભારી છે અને રશિયા પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો પર બાઈડેનના સલાહકાર છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button