આર. ટી.ઓ. ઇસ્પેકટો એક લાખ ની લાંચ લેતા ઝડપાયા

આરોપી – (૧) અમિત રામપ્યારે યાદવ, મોટર વ્હીકલ ઇન્સપેકટર, વર્ગ-ર, બારડોલી આર.ટી.ઓ. કચેરી, તા.બારડોલી જી.સુરત.
આરોપી – (૨) નીકુંજકુમાર નરેશભાઇ પટેલ, આર.ટી.ઓ. એજન્ટ (ખાનગી વ્યકિત)
લાંચની માંગણીની રકમ રૂા.૧,૦૦,૦૦૦/
૧ર.૦૪.ર૦૨ર આ કામના ફરીયાદી પોતાની મોટર ડ્રાઇવીંગ સ્કુલ ચલાવતાં હોય, જેમાં ફરીયાદી અરજદારોને મોટર ડ્રાઇવીંગ તાલીમ આપી લાયસન્સ મેળવવાના ફોર વ્હીલ ગાડીના ટેસ્ટ માટે બારડોલી આર.ટી.ઓ. કચેરી ખાતે લઇ જતાં હોય છે, જેમાં આ કામના આરોપી નં.(૧) નાએ ફરીયાદી પાસે અરજદારોને ડ્રાઇવીંગ ટેસ્ટમાં પાસ કરી લાયસન્સ કાઢી આપવાના કામ માટે રૂા.૧,૫૦,૦૦૦/- ની માંગણી કરેલી, જે લાંચની રકમ આરોપી નં.(ર) ને આપી દેવા જણાવેલુ. જેથી ફરીયાદીએ આરોપી નં.(ર) ને વાત કરી લાંચની રકમ ઓછી કરવા જણાવતાં આરોપી નં.(ર) નાએ આરોપી નં.(૧) ની સાથે વાતચીત કરી રકઝકના અંતે રૂા.૧,૦૦,૦૦૦/- લેવા સંમત થયેલા. જે લાંચની રકમ ફરીયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય, એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપી નં.(૧) તથા આરોપી નં.(ર) નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ લાવ્યા બાબતેની ખાત્રી કરી, આરોપી નં.(૧) ના કહેવાથી આરોપી નં.(ર) નાએ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂા.૧,૦૦,૦૦૦/- માંગણી કરી, સ્વીકારી બંન્ને આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં લાંચના છટકા દરમ્યાન પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.