ન્યૂયોર્કમાં ૨ શીખ યુવક પર હુમલોઃલાકડી વડે માર મારી પાઘડી પણ ઉતારાવી નાખી; ૧૦ દિવસમાં આવી બીજી ઘટના
ન્યૂયોર્કમાં રિચમંડ હિલ પાસે બે શીખ યુવક પર હુમલાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે હેટ ક્રાઈમ હેઠળ કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. ૧૦ દિવસ પહેલાં પણ આ જ જગ્યાએ એક શીખ યુવક પર હુમલો થયો હતો.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, કેટલાક લોકોએ પહેલા રસ્તા પર ચાલી રહેલા શીખ યુવકોને લાકડીઓ વડે માર માર્યો અને પછી તેની પાઘડી ઉતારી દીધી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો, ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયો હતો. શીખ સંગઠન સાથે સંકળાયેલા સ્થાનિક નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે ટ્વીટ કરીને ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું હતું કે પોલીસ ગુનેગારો સામે કાર્યવાહી કરી રહી છે. સામાન્ય લોકો પાસે કોઈ માહિતી હોય તો પોલીસ સાથે શેર કરો. ગુનેગારોને છોડવામાં આવશે નહીં. ભારતીય દૂતાવાસે ન્યૂયોર્ક પોલીસ અને સ્થાનિક ઓથોરિટીને આ ઘટના અંગે દોષિતો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
ન્યૂયોર્ક એસેમ્બ્લીનાં પ્રથમ શીખ મહિલા સભ્ય જેનિફર રાજકુમારે ટ્વીટ કર્યું છે કે આ ચિંતાજનક સ્થિતિ છે. અમેરિકામાં શીખ સમુદાય વિરુદ્ધ હેટ ક્રાઈમના મામલા વધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આવી ઘટના ૧૦ દિવસ પહેલાં રિચમંડ હિલ વિસ્તારમાં જ બની હતી છતાં પોલીસ એલર્ટ થઈ નથી.
જણાવી દઈએ કે સ્ટોપ હેટ અગેંસ્ટ એશિયન અમેરિકન્સ કેમ્પેન પોર્ટલ પર માર્ચ ૨૦૨૦થી જૂન ૨૦૨૧ વચ્ચે હેટ ક્રાઈમના ૯૦૮૧ કેસ નોંધાયા હતા. એમાંથી ૪૫૪૮ વર્ષ ૨૦૨૦ના અને ૪૫૩૩ કેસ ૨૦૨૧માં નોંધાયા. ૨૦૨૦માં હેટ ક્રાઈના વધતા કેસોને જાેતાં અમેરિકન એજન્સી હ્લમ્ૈંએ તેની તપાસ કરવાની વાત કહી છે.