પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનની મિમિક્રી કરી રહેલ યુવકની ધરપકડ

જબલપુરમાં એક વ્યક્તિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મિમિક્રી કરવી ભારે પડી ગઇ છે.હકીકતમાં એક વ્યક્તિ પોતાના મિત્રોની વચ્ચે વડાપ્રધાન મોદી અને અમિત શાહની નકલ કરી રહ્યો હતો ત્યારબાદ તેની આ વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થઇ ગયો ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
એ યાદ રહે કે મિમિક્રી કરવાના આરોપમાં પોલીસે ઓમતી પોલીસ સ્ટેશન વિસ્તારના છોટી ઓમતીમાં રહેનાર આદિલ અલી પર કેસ દાખલ કરી તેની ધરપકડ કરી છે.ઓમતીના પોલીસ સ્ટેશનના પ્રભારી એસપીએસ બધેલે કહ્યું કે છોટી ઓમતી નિવાસી આદિલ અલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મિમિક્રી કરી રહ્યો હતો જે અશોભનીય છે અમારા વ્હાટ્સએપ ગ્રુપ પર તેની વીડિયો આવી હતી અમે જાતે તેને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરી છે. એ યાદ રહે કે રાતના સમયે આદિલ અલી મિત્રોની વચ્ચે બેઠો હતો આ દરમિયાન તે મિત્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ચાલની નકલ કરી રહ્યો હતો કોઇએ આદિલની વીડિયો બનાવી જે બાદમાં સોશલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી.