સમસ્તીપુરમાં એક હજાર શરાબની બોટલ પિસ્તોલ અને કારતુસ સાથે છ કારોબારીની ધરપકડ
બિહારના સમસ્તીપુરમાં પોલીસે દરોડો પાડી મોટી માત્રામાં શરાબની સાથે છ કારોબારીની ધરપકડ કરી છે.આ ઘટના હસનપુરમાં બની છે.આરોપીઓની પાસેથી ૧૦૫૬ અંગ્રેજી શરાબની બોટલો,એક પિસ્તોલ ,જીવતા કારતુસ,બે મોટરસાયકલ અને સાત મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે.
હસનપુરના એસએચઓ પંકજકુમારે જણાવ્યું હતું કે પોલીસને ગુપ્ત માહિતી મળી હતી આથી દરોડા પાડવામાં આવ્યા હતાં. પોલીસને માહિતી મળી હતી કે શરાબ કારોબારી અવધ કિશોર રાય શરાબનો મોટો જથ્થો દેવધા ગામમાં ઉતારનાર છે પોલીસે એક ટીમ બનાવી દરોડા પાડયો હતો પરંતુ કિશોર કોઇ રીતે ભાગવામાં સફળ રહ્યો પરંતુ તેના છ દોસ્તો પોલીસનના હાથે ઝડપાઇ ગયા હતાં.
પકડાયેલા શરાબ કારોબારીઓને પોલીસ પુછપરછ કરી રહી આ સાથે તેમના અપરાધિક રેકોર્ડ પણ શોધી રહી છે.એ યાદ રહે કે બિહારમાં પૂર્ણ શરાબબંધી હોવા છતાં પ્રદેશભરમાં ગેરકાયદેસર શરાબનો કારોબાર તેજીથી ફેલાઇ રહ્યો છે આવામાં સમસ્તીપુર જીલ્લામાં પોલીસે શરાબ કારોબારીઓ પર અંકુશ લગાવવા માટે વિશેષ દરોડા અભિયાન ચલાવી રાખ્યું છે.