ઉત્તરાખંડમાં ગેંગસ્ટર યશપાલ તોમરની ૧૫૩ કરોડની સંપત્તિ જપ્ત

ઉત્તરાખંડ એસટીએફે રાજયની રચના બાદ ગેંગસ્ટર અધિનિયમ ૧૯૮૬ હેઠળ અત્યાર સુધી સૌથી મોટી કાર્યવાહી કરી છે.ઉત્તરાખંડ એસટીએફ ગેંગસ્ટર યશપાલ તોમરની ૧૫૩ કરોડ ૨૯ લાખની અચલ ચલ સંપત્તિ કુર્ક કરી છે તેમાં બુલેટ પ્રુફ ફોચ્ર્યુનર ગાડી પણ સામેલ છે.
જીલ્લા મેજીસ્ટ્રેટ હરિદ્વારના આદેશ બાદ એસટીએફ પોલીસે કાર્યવાહી કરતા ઉત્તરપ્રદેશ દિલ્હી અને ઉત્તરાખંડના હરિદ્વારમાં સક્રિય ગેંગસ્ટર યશપાલ તોમરની ૧૫૩ કરોડથી વધુ સંપત્તિ જપ્ત કરી તોમરની સંપત્તી જપ્ત કરવા એસટીએફની ટીમ બીજા રાજયો માટે રવાના થઇ ગઇ છે.
આ મામલામાં હરિદ્વાર દાદરી બડોદ યુપીના લોની અને પૂર્વ દિલ્હીના પ્રશાસનના અધિકારીઓને ગેંગસ્ટર તોમરની પ્રોપર્ટી સીજ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. એ યાદ રહે કે ગેંગસ્ટર યશપાલ તોમર હરિદ્વાર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય રહ્યો છે તે હરિદ્વારના એક બિલ્ડર પર નજર નાખી રહ્યો હતો તે કંઇ કરી તેના પહેલા જ તોમર પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો આ પહેલા હરિદ્વારના કારોબારી તોશ જૈનની સાથે પ્રોપર્ટી વિવાદ અને રાનીપુર ઝાલ ખાતે ૫૬ વીધા જમીન વિવાદમાં યથપાલ તોમરનું નામ જાેડાઇ ચુકયુ છે.