લગ્ન માટે પસંદ ન હતો છોકરો, છોકરીએ તેને ‘ડેટ’ પર બોલાવ્યો અને ગળું કાપી નાખ્યું
લગ્નનો પ્રસંગ ઘણી ઈચ્છા અપેક્ષાઓ સાથે લઈને આવે છે. દિલની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ દિવસ માટે લોકો શું નથી વિચારતા? માત્ર વર-કન્યા જ નહીં, પરિવારના તમામ લોકોની ઈચ્છાઓ પૂર્ણ કરવાનો સમય હોય છે લગ્ન, પરંતુ શું ક્યારેય એવું બની શકે છે કે લગ્ન ન કરવાના કારણે કોઈ છોકરી તેના મંગેતરનું ગળું કાપી નાખે. હા, તમે આજ સુધી આવી ઘટના ભાગ્યે જ સાંભળી હશે, પરંતુ આંધ્ર પ્રદેશમાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક દુલ્હનએ બધું જ નક્કી થઈ ગયા પછી મંગેતરને સરપ્રાઈઝ કરવા માટે બોલાવીને તેનું ગળું કાપી નાખ્યું. ગળામાંથી લોહી નીકળતું જાેઈને છોકરી છોકરાને એ જ હાલતમાં મૂકીને ભાગી ગઈ.
છોકરાનું નામ રામુ નાયડુ છે જે સીએસઆઇઆરમાં વૈજ્ઞાનિક છે. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. વિશાખાપટ્ટનમના ચોદાવરમ પોલીસ સ્ટેશનની આ ઘટના છે. પોલીસના જણાવ્યા અનુસાર, રામુ નાયડુ આવતા મહિને પુષ્પા નામની યુવતી સાથે લગ્ન કરવાના હતા. પુષ્પાને આ લગ્ન પસંદ નહોતા. તેણે રામુને મંદિર પાસેની ટેકરી પર બોલાવ્યો. છોકરાએ તેને પૂછ્યું તો તેણે કહ્યું, ‘સરપ્રાઈઝ’ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ૨૨ વર્ષની પુષ્પા સ્કૂલ ડ્રોપઆઉટ છે. આ ઘટના પહેલા તેણે ત્રણ ચાકુ પણ ખરીદ્યા હતા. છોકરો જ્યારે મંદિર પાસેની ટેકરી પર આવ્યો ત્યારે થોડીવાર વાતો કર્યા બાદ તેણે તેના ગળા પર બ્લેડ મારી દીધી હતી. છોકરો ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે છોકરીની કોઈ ગુનાહિત પૃષ્ઠભૂમિ નથી પરંતુ તે છોકરા સાથે લગ્ન કરવા માંગતી નથી. આથી તેણે છોકરાને બોલાવી તેના ગળા પર છરી મારી દીધી હતી. બાદમાં એક વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો છે, જેમાં છોકરાનો સફેદ શર્ટ લોહીથી લથપથ છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીએ તેના પિતા સામે આ લગ્નનો વિરોધ કર્યો હતો પરંતુ પિતાએ તેની વાત સાંભળી ન હતી. અંતે છોકરીએ આ ભયાનક રમત રમી. જાે કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, છોકરીનું કોઈ અન્ય છોકરા સાથે અફેર કે નહીં અને છોકરીએ જ આ ઘટનાને અંજામ આપ્યો હતો કે અન્ય કોઈ આ કાવતરામાં સામેલ હતું. પોલીસ આ તમામ કેસની તપાસ કરી રહી છે.