૬૬ વર્ષના પૂર્વ ક્રિકેટર અરૂણલાલ બીજીવાર લગ્ન કરશે,૨૮ વર્ષ નાની બુલબુલ સાથે લગ્ન કરશે

ભારતના પૂર્વ ઓપનર અરૂણલાલ બીજીવાર દુલ્હા બનવા જઇ રહ્યાં છે તે ૬૬ વર્ષની ઉમરમાં બીજીવાર લગ્ન કરશે તેમની થનાર પત્નીનું નામ બુલબુલ સાહા છે.બુલબુલની ઉમર ૩૮ વર્ષ છે એટલે કે તે અરૂણ લાલથી ૨૮ વર્ષ નાની છે.
અરૂણ અને બુલબુલ ખુબ સમયથી એકબીજાને જાણે છે બંન્ને ખુબ જુના દોસ્ત છે અરૂણ લાલે લગ્નના કાર્ડ પણ છપાવી દીધા છે અને તેને વિતરીત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરાઇ છે.તેમના લગ્ન ૨મેના રોજ કોલકતાના પીયરલેંસ ઇન હોટલમાં થશે લગ્નમાં મોટું રિસેપ્શન પણ આપવામાં આવશે
અરૂણ લાલના પહેલા લગ્ન રીનાથી થયા હતાં પરંતુ બંન્નેની સહમતિથી તલાક પણ થયા હતાં સુત્રોનું માનવામાં આવે તો રીના ખુબ સમયથી બિમાર ચાલી રહી હતી તેમની મરજીથી જ અરૂણ બીજા લગ્ન કરવા જઇ રહ્યાં છે અરૂણ અને બુલબુલે એક મહીના પહેલા જ સગાઇ કરી હતી જયારે રિલેશનશિપ ખુબ સમયથી છે.
અરૂણલાલનો જન્મ એક ઓગષ્ટ ૧૯૫૫ના રોજ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં થયો હતો તેમણે બંગાલ માટે ક્રિકેટ રમી હતી તેમના લગ્નમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાલના અધિકારીઓ, સાથી ક્રિકેટર્સ બંગાલના ક્રિકેટર અને બાકી પરિવારજનોને આમંત્રિત કરવામાં આવશે અરૂણને ૨૦૧૬માં કેન્સર થયું હતું જેને કારણે તેમણે કોમેન્ટ્રી છોડી દીધી હતી અને ત્યારબાદ બીમારીને પરાજય આપી બંગાલ ટીમની કોચિંગની કમાન સંભાળી હતી.અરૂણલાલે પોતાના ક્રિકેટ કેરિયલમાં ૧૬ ટેસ્ટ ૧૩ વનડે રમી છે.આ દરમિયાન તેમણે ટેસ્ટમાં ૭૨૯ અને વનડેમાં ૧૨૨ રન બનાવ્યા છે. તેમણે પોતાની અંતિમ મેચ એપ્રિલ ૧૯૮૯ના રોજ વેસ્ટઇન્ડિઝની વિરૂધ્ધ કિગ્સટન ટેસ્ટ રમી હતી.