ક્રાઇમ

ભાવનગરમાં પૈસાની લેતીદેતીના મામલે કિશોરની ઘાતકી હત્યા

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં ગત મોડીરાત્રે પૈસાની લેતી દેતી બાબતે ઉમેશભાઈ રાઠોડ અને પૂજન રાઠોડ પર સુભાષનગર વર્ષા સોસાયટી, આવાસ યોજના સામે છરી, તલવાર અને ધોકા વડે હુમલો થયો હતો. જેમાં ઉમેશભાઈ ચૌહાણનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પૂજન રાઠોડ ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસને થતાં પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હત્યા પૈસાની લેતી દેતી બાબતે થઈ છે. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. મળતી વિગતો પ્રમાણે મૃતક ઉમેશે હાલ માં જ ૧૦માં ધોરણ ની પરીક્ષા આપી હતી.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button