ગુજરાત
વડોદરા ખાતે આવેલ રિલાયન્સ કંપની ની ટિમ દ્વારા અનંત અંબાણી ના જન્મદિવસ નિમિતે સર્વ રોગ નિદાન અને હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો

*વડોદરા ખાતે આવેલ રિલાયન્સ કંપની ની સામાજિક જવાદારી ટિમ દ્વારા અનંત અંબાણી ના જન્મદિવસ નિમિતે સર્વ રોગ નિદાન અને હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો,*
રિલાયન્સ ના માલિક મુકેશ અંબાણી ના પુત્ર અનંત અંબાણી નો જન્મ દિવસ હોવાથી
વડોદરા ના રિલાયન્સ કંપની ની સામાજિક જવાબદારી ટીમ દ્વારા કરોળિયા પ્રાથમિક શાળા વિભાગ -૧ ખાતે સર્વ રોગ નિદાન અને કોયલી આદર્શ સ્કૂલ ખાતે નેત્ર રોગ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું,
આ હેલ્થ ચેકઅપ માં ખુબ મોટી સંખ્યામાં શાળાના બાળકો તેમજ ગ્રામજનો જોડાયા હતા,
વધુ માં શ્રી મુકેશ અંબાણી ના પુત્ર અનંત અંબાણી ના જન્મદિવસ પૂર્વે કેક કાપી શાળા ના બાળકો સાથે જન્મદિવસ ઉજવવામાં આવ્યો.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)