ભારત

ચોથા ભાગનાં પાવર પ્લાન્ટ બંધ ૧૬ રાજ્યોમાં ૧૦ કલાક પાવર કાપ; કોલસાનો સપ્લાય વધારવા વેકેશન સમયે ૧૬ પેસેન્જર ટ્રેનોના ફેરા ઘટાડાયા

કાળઝાળ ગરમીના કારણે દેશભરમાં વીજળીની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં દેશના ચોથા ભાગના પાવર પ્લાન્ટ બંધ છે. પરિણામે ૧૬ રાજ્યોમાં ૧૦ કલાક સુધી પાવર કાપ મુકાયો છે. સરકારી રેકોર્ડ મુજબ, દેશભરમાં ૧૦ હજાર મેગાવોટ એટલે કે ૧૫ કરોડ યુનિટનો કાપ થઈ રહ્યો છે, પરંતુ વાસ્તવમાં વીજળીની અછત ઘણી વધારે છે. આ દરમિયાન રેલવે મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. રેલવેએ પાવર પ્લાન્ટ્‌સને કોલસાના ઝડપી સપ્લાય માટે ૨૪ મે સુધી ઘણી પેસેન્જર ટ્રેનોને રદ્દ કરી દીધી છે. જેથી કોલસા વહન કરતી માલગાડીઓ નિર્ધારિત સ્ટેશનો પર સમયસર પહોંચી શકે.

ભારતીય રેલવેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ કૃષ્ણ બંસલના જણાવ્યા અનુસાર, પેસેન્જર ટ્રેનો રદ કરવાનો ર્નિણય હંગામી છે. સ્થિતિ સામાન્ય થતાંની સાથે જ સેવાઓ ફરી શરૂ થઈ જશે. આ ર્નિણય બાદ રેલ્વે તેના કાફલામાં વધુ એક લાખ કોચને ઉમેરવા જઈ રહી છે. આ ઉપરાંત રેલવે માલસામાનની ઝડપી અવરજવર માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પણ બનાવી રહ્યુ છે.હંગામી રીતે રદ કરાયેલી ટ્રેનોમાં લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ૫૦૦ ટ્રેનોનો સમાવેશ થાય છે. આ સાથે રેલવે દ્વારા કોલસાના રેકનું એવરેજ દૈનિક લોડિંગ પણ ૪૦૦થી વધારે કરાયું છે. આ આંકડો છેલ્લા ૫ વર્ષમાં સૌથી વધુ છે. કોલસાની વર્તમાન માંગને પહોંચી વળવા રેલવે દરરોજ ૪૧૫ કોલસાના રેકનું પરિવહન કરી રહી છે. જેથી કોલસાની વર્તમાન માંગને પુરી કરી શકાય. આ કોલસાના દરેક રેકમાં ૩૫૦૦ ટન કોલસો હોય છે.

જ્યારે, પાવર કટની અસર હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ દેખાવા લાગી છે. કોલસાની અછતના ભારે સંકટ વચ્ચે દિલ્હી સરકારે મેટ્રો અને હોસ્પિટલ સહિત અનેક આવશ્યક સંસ્થાઓને ૨૪ કલાક વીજળી પૂરી પાડવાની અસમર્થતા વ્યક્ત કરી છે. દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કેન્દ્રને પત્ર લખીને રાષ્ટ્રીય રાજધાનીને વીજળી સપ્લાય કરતા પાવર પ્લાન્ટ્‌સને પૂરતા કોલસાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.જૈને કહ્યું કે દાદરી-૨ અને ઉંચાહર પાવર સ્ટેશનનો વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. હાલમાં દિલ્હીમાં ૨૫-૩૦% વીજળીની માંગ આ પાવર સ્ટેશનોમાંથી પૂર્ણ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ સ્ટેશનોમાં કોલસાની અછત છે. આ કિસ્સામાં, સમસ્યા કોઈ પણ સમયે ઘેરી બની શકે છે.

બીજી તરફ એકલા યુપીમાં ૩ હજાર મેગાવોટથી વધુની અછત છે. ૨૩ હજાર મેગાવોટ વીજળીની માંગ છે, જ્યારે પુરવઠો ૨૦ હજાર મેગાવોટ છે. પાવર કાપનું મુખ્ય કારણ દેશના ચોથા ભાગનાં પાવર પ્લાન્ટ બંધ છે. આમાંથી ૫૦% પ્લાન્ટ કોલસાની અછતને કારણે બંધ છે.

ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના ૧૮ પીટહેટ પ્લાન્ટ્‌સ એટલે કે કોલસાની ખાણોના સ્થળ પર આવેલા એવા પાવર સ્ટેશનોમાં નિર્ધારિત ધોરણનો ૭૮% કોલસો છે. જ્યારે દૂરનાં ૧૪૭ પાવર સ્ટેશનો (નોન-પીટહેટ પ્લાન્ટ)માં ક્ષમતાનાં સરેરાશ ૨૫% કોલસો ઉપલબ્ધ છે. જાે આ પાવર સ્ટેશનો પાસે કોલસાનો સ્ટોક સેટ સ્ટાન્ડર્ડ મુજબ ૧૦૦% હોય, તો પીટહેટ પ્લાન્ટ ૧૭ દિવસ અને નોન-પીટહેટ પ્લાન્ટ ૨૬ દિવસ સુધી ચાલી શકે છે. દેશના કુલ ૧૭૩ પાવર પ્લાન્ટ્‌સમાંથી ૧૦૬ પ્લાન્ટ્‌સમાં શૂન્યથી લઈને ૨૫% વચ્ચેનો કોલસો છે. વાસ્તવમાં કોલસા પ્લાન્ટ પાવર ઉત્પાદનને કોલસાના સ્ટોક અનુસાર શેડ્યૂલ કરાય છે. જ્યારે સ્ટોક પુરો થઈ જાય છે, ત્યારે ઉત્પાદન પણ પૂર્ણ થઈ જાય છે. રેલવેએ કહ્યું છે કે એક સપ્તાહમાં કોલસાના સપ્લાયમાં ૧૦ ટકાનો વધારો થયો છે. માલગાડી દ્વારા ખાણથી પ્લાન્ટ સુધીનો સમય ૧૨% થી ૩૬% ઘટ્યો છે.

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી પ્રહલાદ જાેશીએ કહ્યું કે દેશભરના થર્મલ પ્લાન્ટ્‌સમાં ૨.૨૦ કરોડ ટન કોલસો છે, જે ૧૦ દિવસ માટે પૂરતો છે. એવામાં, તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે મળીને ઉત્પાદન કરવું જાેઈએ. ઝ્રઝ્રન્ના મેનેજિંગ ડિરેક્ટર પીએમ પ્રસાદે જણાવ્યું હતું કે પ્લાન્ટને દરરોજ ૨.૨ લાખ ટન કોલસો આપવામાં આવશે.

પંજાબમાં વીજળીનું સંકટ વધી ગયું છે. લગભગ ૪૬ ડિગ્રી તાપમાન હોવા છતાં ૧૨ કલાક સુધી કાપ જાેવા મળી રહ્યો છે. શહેરોમાં ૪ થી ૫ કલાક, ગામડાઓમાં ૧૦ થી ૧૨ કલાક પાવર કાપ સહન કરવો પડી રહ્યો છે. હવે આપઁ સરકારના ઉર્જા મંત્રી હરભજન સિંહે આ અંગે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે અગાઉની ચન્ની સરકારે આ સિઝન માટે કોઈ વ્યવસ્થા કરી ન હતી. છેલ્લા વર્ષ દરમિયાન વીજળીની માંગ ૪૦% વધી છે. આવી સ્થિતિમાં ૨૪ કલાક વીજળી માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button