ગુજરાત

પીપાવાવ પોર્ટ પરથી ૯૦૦૦ કિલો ડ્રગ્સનું કન્સાઇન્મેન્ટ ઝડપાયું

ગુજરાતની જળ સીમામાંથી દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પહેલા કંડલા અને મુંદ્રા પોર્ટ બાદ હવે પીપાવાવ પોર્ટ પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડીઆરઆઇ, કસ્ટમ અને એટીએસ દ્વારા હાલમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું છે. પોર્ટ પરથી કન્ટેનરમાંથી મોટા પ્રમાણમાં નશીલી દવાઓનો જથ્થો મળ્યો છે. ડ્રગ્સને પગલે હાલમાં તમામ સેન્ટ્રલ એજન્સીઓના સિનિયર અધિકારીઓના પીપાવાવ પોર્ટ પર પહોંચી ગયા છે.

પીપાવાવ પોર્ટ પર અંદાજે ૯૦૦૦ કિલો ડ્રગ્સ મળી આવ્યું છે, જે અત્યાર સુધીનું દેશનું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ હોવાની સંભાવના છે. રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવા માટે જે રીતે ઉત્તરાયરણમાં દોરીને કલર પીવડાવવામાં આવે છે, તેવી રીતે સુતળી ઉપર ડ્રગ્સનો ઢોળ ચડાવીને તેને ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button