ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ગાંધી આશ્રમમાં ે ચરખો કાંત્યો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા હતા. અહીં ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. ત્યારબાદ સાદગીના પ્રતિક એવો ચરખો પણ કાંત્યો હતો.ત્યારબાદ જે. પી. નડ્ડાએ ગાંધી આશ્રમના હૃદયકુંજની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે વિઝિટર્સ બૂકમાં સંદેશો પણ લખ્યો હતો.
તેમાં તેમણે લખ્યું હતું કે, ગાંધી આશ્રમની મુલાકાતનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. મારા માટે ગાંધી આશ્રમમાં આવું એ ખૂબ જ વિશેષ અનુભૂતિવાળો અનુભવ રહ્યો છે. મહાત્મા ગાંધીજીના જીવનમાંથી આપણે સૌએ વિશેષ પ્રેરણા લેવી જાેઈએ. આ એવી જગ્યા છે, જ્યાંથી એક અલગ ઊર્જા પ્રાપ્ત થાય છે, જેને હું મારી સાથે યાદગિરી સ્વરૂપે લઈ જવા માગુ છું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની આ મુલાકાત દરમિયાન તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ગુજરાત પ્રદેશ પ્રમુખ પટેલ સી. આર. પાટીલ, પણ ઉપસ્થિત રહ્યા હતા.