ગુજરાત

વડોદરા તાલુકા ના દશરથ ગામના ઇન્દિરા નગર કોલોની માં એક તળાવ ની હાલત ગંભીર દુરગંધ ભરી

વડોદરા તાલુકા ના દશરથ ગામના ઇન્દિરા નગર કોલોની માં
જે પ્રકારે એક તળાવ ની હાલત ગંભીર દુરગંધ ભરી જોવા મળી હતી.

આ તળાવ માં ઈન્દીરાનગર ના તમામ મકાનો ની ગટરલાઇન નુ ગંદુ પાણી છોડવામાં આવે છે,જેના લિધે આ તળાવ નુ પાણી દુરગંધ મારતુ હતુ અને માથુ ફાટીજાય તેટલુ ગંધાતુ હતુ.

તેમજ મચ્છરો પુષ્કળ પ્રમાણમાં ઝઝુમી રહ્યા છે, તળાવ કિનારે અનેક જીવ જંતુઓ નીકળી આવે છે,

ગટરલાઇન ના પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તો અહીંયા ના લોકોનુ આરોગ્ય સાચવી સકાય તેમ છે.

વધુ માં સ્થાનિક લોકોનુ કહેવુ છે કે ચોમાસામાં તેઓના મકાનોમાં વરસાદી પાણી ગુસી જાય છે,
પંચાયત તથા આરોગ્ય વિભાગ તથા વડોદરા કલેક્ટર ને લેખીતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી, કોઈ જોવા પણ આવતુ નથી,

આ લોકોના લેખીત કાગળો ના આધારે પર્યાવરણ બચાવો જમીન બચાવો ના અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા દ્વારા જીલ્લા આરોગ્ય વિભાગ ને તાત્કાલિક ફોન કરેલ જેમાં આરોગ્ય વિભાગ ના અધિકાર નુ કહેવુ છે કે અમને આ વિશે કોઈ જાણકારી નથી,

વધુ માં આ તળાવ થી પરેશાન લોકો ની સમસ્યા જોઈને વડોદરા જીલ્લા પંચાયત ના પ્રમુખ પન્નાબેન ભટ્ટ પણ સ્થળ પર મોજુદ રહ્યા હતા,

જોકે અહીના લોકોની ફરિયાદ ની કોપી ઉપર તમામ અધિકાર ના નામ મેનસેન કરેલા હતા અને ઉપર કલેક્ટર કચેરી ખાતાનો સિક્કો પણ મારેલો જોવા મળેલ છે.
તો મિડિયા ના માધ્યમથી સરકારી ની નિષ્ફળતા અને નિષ્ક્રિયતા ને ખુલ્લા પાડવા સ્થાનિકો એ જણાવ્યું હતું,

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button