ભારત

છત્તીસગઢમાં ૧૦ દિવસની અંદર અનેક નકસલી હુમલા,મેમાં મોટા હુમલાના સંકેત નકસલી માર્ચથી લઇ જુન સુધી ટેકિટકલ કાઉન્ટર ઓફેંસિવ કેમ્પન ચલાવતા હોય છે

છત્તીસગઢમાં હાલના દિવસોમાં સુરક્ષા એજન્સીઓની સામે નકસલીઓને કંટ્રોલ કરવાનો મોટો પડકાર ઉભો થઇ ગયો છે.નકસલ પ્રભાવિત વિસ્તારમાં છેલ્લા ૧૦ દિવસની અંદર નકસલી સુરક્ષાદળોના કેમ્પો પર અનેક હુમલા કરી ચુકયા છે.સુરક્ષા દળોના સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નકસલીઓએ સીઆરપીએફના બે કેમ્પો પર હુમલો કર્યો હતો.આ હુમલો છત્તીસગઢના મિલાપા કેમ્પ અને એલમાગુંડા કેમ્પ પર કરવામાં આવ્યો હતો.

સુરક્ષા દળો પાસેથી મળેલી માહિતી અનુસાર છત્તીસગઢમાં નકસલીઓએ ગ્રેનેડ લોન્ચર અને બીજીએલથી રાતમાં રહી રહીને ગોળીબાર કર્યો ગત કેટલાક દિવસોથી નકસલી પોતાની હાજરી બતાવવા માટે સીઆરપીએફના કેમ્પ પર ગોળીબાર કરી રહ્યાં છે આ પ્રકારે સુકમાના પોટકાપલ્લી સીઆરપીએફ કેમ્પ પર પણ સોમવારની રાતે નકસલીઓએ હુમલો કર્યો હતો ગોળીબારની સાથે જ તેમણે ગ્રેનેડ લોન્ચરથી અને ગોળા દાગ્યા હતાં જાે કે સીઆરપીએફના કમાંડોએ પણ જવાબી કાર્યવાહી કરી ત્યારે તમામ નકસલી ભાગી ગયા હતાં.આવી જ રીતે છત્તીસગઢના નારાયણપુર,સુકમા અને બસ્તના આઇટીબીપી બીએસએફ એસએસ બી અને સીઆરપીએફના કેમ્પોમાં રાતના સમયે ગોળીબાર કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા ૧૦ દિવસથી સતત નકસલીઓની આવી પેટર્ન જાેતા સુરક્ષા વિભાગમાં ચર્ચા છે કે શું નકસલી આ રીતે કોઇ મોટા હુમલાની યોજના બનાવી રહ્યાં છે. નકસલી સુરક્ષા દળોના કેમ્પ પર રાતે આઠથી ૧૦ અને ૧૨થી ૩ ની વચ્ચે ગોળીબાર કરી રહ્યાં છે.

સુરક્ષા એજન્સીઓના સુત્રોના જણાવ્યા અનુસાર નકસલી માર્ચથી લઇ જુન સુધી ટેકિટકલ કાઉન્ટર ઓફેંસિવ કેમ્પન ચલાવી રહ્યાં છે તેમાં તેમનો હેતુ સુરક્ષા દળો પર વધુમાં વધુ હુમલા કરવાનો હોય છે નકસલીઓએ ફકત છત્તીસગઢના સાઉથ બસ્તરમાં જ ટીસીઓસી ચલાવવાની યોજના બનાવી નથી પરંતુ તેમણે ખુબ વર્ષો બાદ નવી ટ્રાઇ જંકશનની નજીક સુરક્ષા દળો પર હુમલા કરવાની યોજના તૈયાર કરી છે.

સુરશ્રા દળોના રિપોર્ટ અનુસાર નકસલી પીએલજી બીએન ૧ના કમાંડર માંડવી ઇદુમલ ઉર્ફે હિડમા સુરક્ષા દળોથી છીનવેલા હથિયારો અને યુબીજીએલ રોકેટ લોન્ચરથી હુમલાની ફિરાકમાં છે નકસલી સુરક્ષા દળોની સામગ્રી અને ગાડીઓને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યાં છે

સુત્રોના જણાવ્યા અનુસાર સિકયોરિટી ફોર્સ છત્તીસગઢ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશની સીમા પર આવેલ ૧૨૨ ગામની થર્મલ ઇમેજિંગ કરાવી રહી છે આ વિસ્તાર નકસલી પ્રભાવિત છે અને અનેક વિસ્તારમાં નકસલીઓના બેસ બનેલા છે સિકયોરિટી ફોર્સ આ કામમાં એનટીઆરઓની મદદ લઇ રહી છે તેનો સૌથી મોટો લાભ એ થશે કે જયારે પણ સિકયોરિટી ફોર્સ આ વિસ્તારમાં ઓપરેશન માટે નિકળશે તેમને તમામ રસ્તાની માહિતી હશે આથી નકસલીઓની વિરૂધ્ધ સારા ઓપરેશનને કોઓર્ડિનેટ કરવામાં મદદ મળશે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button