ગુજરાત

ગુજરાતમાંથી છેલ્લા એક સપ્તાહમાં ૨૧૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું ઃ ડીજીપી

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં ૨૧૮૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત એટીએસ, ડીઆરઆઈ અને કસ્ટમ્સના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું હતું. છેલ્લા એક સપ્તાહમાં જુદા જુદા દરોડામાં ૪૩૬ કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના પીપાવાવ પોર્ટ પર એક કન્ટેનરમાંથી ૩૯૫ કિલો યાન (સૂતળી) મળી આવી હતી, જેમાં ૮૦-૯૦ કિલો ડ્રગ્સ સૂતળીમાં મૂકવામાં આવ્યું હતું. વાહનમાંથી હેરોઈનનો જથ્થો ઝડપાયો છે.

ગુજરાત ડીજીપીએ જણાવ્યું હતું કે એટીએસ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન પાસે એક ઓપરેશનમાં ૯ પાકિસ્તાનીઓ સાથે ‘અલ હજ’ નામની બોટની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ૫૬ કિલો હેરોઈન મળી આવ્યું છે. આરોપીને રિમાન્ડ પર લઈ પૂછપરછ ચાલી રહી છે. ડીજીપીના જણાવ્યા અનુસાર આ મામલે એક ટીમ દિલ્હી મોકલવામાં આવી છે. મુઝફ્ફરનગરમાંથી ૩૫ કિલો હેરોઈન જપ્ત. આ ઉપરાંત એસિટિક એનહાઇડ્રાઇડના બેરલ પણ મળી આવ્યા છે. ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ-એનસીબીનું સંયુક્ત ઓપરેશન હતું.

ગુજરાત ડીજીપીના જણાવ્યા અનુસાર, ગુજરાત એટીએસ દ્વારા બે આરોપીઓને અહીં લાવવામાં આવ્યા છે અને અન્ય ૨ની એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના આધારે, શાહીન બાગ (દિલ્હી) ખાતે બીજી એક જપ્તી કરવામાં આવી હતી, જ્યાં ૫૦ કિલો હેરોઈન અને કેટલાક અન્ય પાઉડર મળી આવ્યા હતા, જેમાં ૩૦ લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, બે દિવસ પહેલા કંડલા પોર્ટ પર એક કન્ટેનરમાંથી ૨૦૫ કિલો હેરોઈન ઝડપાયું હતું. એટીએસ-ડીઆરઆઈનું સંયુક્ત ઓપરેશન હતું. ડીઆરઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેઓએ મુખ્ય આરોપી જાેબન સિંહને તરનતારનમાંથી પકડ્યો છે. રિમાન્ડ પર લીધા બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button