પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વૈજ્ઞાનિકના ઘરે રેડ ,કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું જાણમાં આવ્ય

મધ્ય પ્રદેશમાં આર્થિક અપરાધ અન્વેષણ બ્યૂરોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વૈજ્ઞાનિકના ઘરે રેડ પાડી હતી. આ કાર્યવાહીમાં વૈજ્ઞાનિકના સતના સ્થિત ઘર પર કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું જાણમાં આવ્યું હતું. શરૂઆતની તપાસમાં જ વૈજ્ઞાનિક કરોડો રૂપિયાની મિલકતનો માલિક નીકળ્યો હતો. ખાસ વાત એ રહી હતી કે સવારે જેવા જ ઇઓડબ્લ્યુની ટીમ તેમના દરવાજા પર પહોંચી, તેને જાેઈ પ્રદૂષણ બોર્ડનો વૈજ્ઞાનિક ચક્કર ખાઈને પડી ગયો હતો. હાલમાં હજુ તપાસ ચાલુ છે. તપાસ પૂરી થયા પછી તેની અન્ય સંપત્તિનો પણ ખુલાસો થઈ શકે તેમ છે. ઇઓડબ્લ્યુ રીવાની આ રેડ એમપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ક્ષેત્રીય કાર્યાલય સતનામાં પદસ્થ જુનિયર વૈજ્ઞાનિક સુશીલ કુમાર મિશ્રાના મારુતિ નગર સ્થિત ઘરમાં પાડી હતી.
ઈન્સ્પેક્ટર મોહિત સક્સેના અને પ્રવીણ ચતુર્વેદીની આગેવાની હેઠળ ૨૫ સભ્યોની ટીમે સવારે ૬ વાગ્યે ત્યાં પહોંચતા ઘરમાં હડકંપ મચી ગયો હતો. ઘરનો બેલ વાગવા પછઈ દરવાજાે ખોલવા વૈજ્ઞાનિક જાતે પહોંચ્યો હતા, જેના બાદ તેઓ ઈર્ંઉની ટીમને જાેતા જ ચક્કર ખાઈને પડી ગયા હતા. ટીમે ઘરની અંદર બહાર લોકોને આવવાથી રોકી લીધા હતા અને પોતાની તપાસ શરૂ કરી દીધી હતી. શરૂઆતી તપાસમાં વૈજ્ઞાનિક સુશીલ કુમાર મિશ્રાના ઘરમાંથી લગભગ ૩૦ લાખ રૂપિયાની રોકડ અને લગભગ ૨૫ લાખ રૂપિયાના સોના-ચાંદીની જ્વેલરી મળી આવી હતી. વૈજ્ઞાનિકની પાસે સ્માર્ટ સિટી નજીક ૭ એકરના ફાર્મ હાઉસ સિવાય કરોડો રૂપિયાની અન્ય સંપત્તિના દસ્તાવેજ, વીમાના કાગળિયા અને બેંક ખાતા મળી આવ્યા છે. તેમના નામ પર ઘણા ટુ-વ્હીલર અને ૪ વ્હીલર પણ મળી આવ્યા હતા.
ઇઓડબ્લ્યુ એસપી વીરેન્દ્ર જૈને કહ્યું છે કે વૈજ્ઞાનિક સુશીલ કુમાર મિશ્રા વર્ષ ૧૯૯૦થી સરકારી નોકરી કરી રહ્યા છે. ત્યારથી અત્યાર સુધીની આવક ૩૫ લાખ રૂપિયા થાય છે. વેતનની આવકના મુકાબલે શરૂઆતી તપાસમાં મળેલી સંપત્તિ ઘણી વધારે છે. એસપીએ કહ્યું કે આ મામલાની તપાસ હાલમાં ચાલુ છે, જેના પછી તેમની ઘણી બે નંબરની આવક અને સંપત્તિઓનો ખુલાસો થવાની શક્યતાઓ છે. આપણા દેશમાં આવા એક નહીં પરંતુ હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ મળી જશે જેમના વેતનની સરખામણીએ મિલકત અને રહેવાની લાઈફ સ્ટાઈલ ઘણી લક્ઝુરીયસ જાેવા મળશે.