વ્યાપાર

૩ કલાકમાં જ ૧૬.૨ કરોડ શેરમાંથી ૫ કરોડથી વધુનું બીડિંગ, પોલિસીહોલ્ડર્સનો ક્વોટા ઓવરસબ્સ્ક્રાઇબ થયા

એલઆઇસીના આઇપીઓ બુધવારે ખુલતાની સાથે જ બમ્પર ઓપનિંગ થયું છે. દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ સવારે ૧૦ વાગ્યે સબ્સક્રિપ્શન માટે ખુલ્યો અને તે માત્ર બે કલાકમાં જ ૩૬ ટકા સબ્સક્રાઈબ થયો હતો. પોલિસી હોલ્ડર્સ માટે રિઝર્વ રાખવામાં આવેલો(કુલ શેર્સનો ૧૦ ટકા) હિસ્સો ઓવરસબ્સક્રાઈબ થયો છે. તેનો અર્થ એ છે કે આ ક્વોટા અંતર્ગત ૧.૨૦ ગણી બોલી લગાવવામાં આવી છે. એમાં ૧૬,૨૦,૭૮,૦૬૭ શેર વેચાણ માટે મૂકવામાં આવ્યા છે અને અત્યારસુધીમાં લગભગ ૪ કરોડ શેર્સ માટે બોલી મળી ગઈ છે. કર્મચારીઓ માટેના રિઝર્વ હિસ્સામાંથી ૪૩ ટકા, પોલિસીહોલ્ડર્સમાંથી ૮૯ ટકા અને રિટેલ રોકાણકારોમાંથી ૨૮ ટકા હિસ્સો સબ્સ્ક્રાઈબ થયો છે, એમાં ૯ મે સુધી પૈસા રોકવાની તક મળશે. કંપનીના શેર આઇપીએ બંધ થવાના એક સપ્તાહ પછી ૧૭ મેના રોજ શેરબજારમાં લિસ્ટેડ થશે. કેન્દ્ર સરકારને એલઆઇસીના આઇપીઓમાંથી ૨૧,૦૦૦ કરોડ રૂપિયા એકઠા થવાની આશા છે.આઇપીઓ અંતર્ગત સરકાર કંપનીમાંથી પોતાના ૨૨.૧૩ કરોડ શેરનું વેચાણ કરી રહી છે અને એના માટે કિંમત ૯૦૨થી ૯૪૯ રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

રિટેલ રોકાણકારો માટે એલઆઇસી આઇપીઓમાં ત્રણ કેટેગરી નક્કી કરવામાં આવી છે. પોલિસીધારક, એલઆઈસી કર્મચારી અને સામાન્ય રોકાણકાર. સામાન્ય રોકાણકારોના મનમાં એપ્લાય કરતાં પહેલાં જ ઘણા સવાલ છે કે તેમણે આ આઈપીઓમાં એપ્લાય કરવા માટે કેટલા રૂપિયા રોકવા પડશે.

તમારી પાસે એલઆઇસીની પોલિસી છે, એટલે કે તમે પોલિસીહોલ્ડર છો તો તમને આઈપીઓમાં રિઝર્વેશનની સાથે-સાથે પ્રાઈસમાં ડિસ્કાઉન્ટ પણ મળશે. એલઆઇસી પોલિસીહોલ્ડરને આઇપીઓમાં ૧૦ ટકા રિઝર્વેશન મળશે. આ સિવાય પોલિસીહોલ્ડર માટે આઇપીઓમાં પ્રતિ શેર ૬૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

જાે તમે એલઆઈસીના પોલિસીહોલ્ડર્સ છો તો આઈપીઓના એક લોટ માટે તમારે કેટલા રૂપિયા રોકવા પડશે એ અંગે જાણીએ.એલઆઇસીના આઇપીઓનું પ્રાઈસ બેન્ડ ૯૦૨ રૂપિયાથી ૯૪૯ રૂપિયાની વચ્ચે છે અને ૧૫ શેરનો એક લોટ છે. જાે તમે પોલિસીહોલ્ડર છો તો તમે પોલિસીહોલ્ડર કોટામાંથી આઇપીઓ માટે એપ્લાય કરી શકો છો. પછી પ્રાઈસ બેન્ડના હિસાબથી (૯૪૯-૬૦=૮૮૯×૧૫= ૧૩,૩૩૫ રૂપિયા) એટલે કે ૧૩,૩૩૫ રૂપિયા રોકવા પડશે. આ રીતે પોલિસીહોલ્ડરને એક લોટના આઇપીઓમાં એપ્લાય કરવા પર કુલ ૯૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

એલઆઇસીના કર્મચારીઓને આ આઈપીઓમાં એપ્લાય કરવા પર ૪૫ રૂપિયા પ્રતિ શેરનું ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી તેમણે એક લોટની એપ્લિકેશન પર ૧૩૫૬૦ રૂપિયા આપવા પડશે. રિટેલ રોકાણકાર અને એલઆઇસી કર્મચારીઓને એક લોટ પર એપ્લાય કરવા પર ૬૭૫ રૂપિયાની બચત થશે.

જાે તમે પોલિસીહોલ્ડર્સ અને કર્મચારી નથી તો પછી તમારે પ્રાઈસ બેન્ડ મુજબ ૧૪૨૩૫ રૂપિયા રોકવા પડશે. આઈપીઓની ઈસ્યુ સાઈઝ ૨૧,૦૦૦ કરોડ રૂપિયા છે અને આઇપીઓ દ્વારા લગભગ ૨૨.૧૪ કરોડ શેર વેચવામાં આવશે. જ્યારે તમે આઈપીઓ માટે એપ્લાય કરશો તો તમને રિટેલ ઈન્વેસ્ટર કેટેગરીમાં ત્રણ ઓપ્શન મળશે. એનું યોગ્ય સિલેક્શન કરો.

જાે તમે એલઆઇસીની પોલિસી ધરાવો છો તો પોલિસીહોલ્ડરની કેટેગરીને પસંદ કરો. આ કેટેગરીને પસંદ કરવા પર તમને એલઆઇસી આઇપીઓમાં ૧૦ ટકાનું રિઝર્વેશન મળશે. આ સિવાય આઇપીઓમાં પ્રતિ શેરદીઠ ૬૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.બીજાે ઓપ્શન જાે તમે એલઆઇસીના કર્મચારી છો તો તમારે ઈદ્બॅર્ઙ્મઅીીની કેટેગરી પર ક્લિક કરવું પડશે.એલઆઇસીના કર્મચારીઓને આ આઇપીઓમાં એપ્લાય કરવા પર ૪૫ રૂપિયા પ્રતિ શેર ડિસ્કાઉન્ટ મળશે.

જાે તમે એલઆઈસી પોલિસીહોલ્ડર કે કર્મચારી નથી તો તમારે સામાન્ય કેટેગરી એટલે કે દ્ગીુનું સિલેક્શન કરવું પડશે. આ કેટેગરીમાં એપ્લાય કરવા પર એક લોટ આઈપીઓ દ્વારા તમને અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી કુલ ૧૪૨૩૫ રૂપિયા આપવા પડશે. આ આઈપીઓ દ્વારા સરકાર એનો ૩.૫ ટકા હિસ્સો વેચવાની છે અને ૨૧ હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાની છે. આ રીતે તે ભારતનો સૌથી મોટો આઈપીઓ બનશે. ઉલ્લેખનીય છે કે સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં વિનિવેશથી ૬૫ હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button