ગુજરાત

વડોદરા ના કોયલી ગામ ખાતે શક્તિ માતાજી નો 14 મો ભંડારો યોજવામાં આવ્યો,

શક્તિ માતાજી નો વડોદરા ના કોયલી ગામ ખાતે 14 મો ભંડારો યોજવામાં આવ્યો,

આજ રોજ કોયલી ગામ ખાતે હરશક્તિ યુવક મંડળ દ્વારા શક્તિ માતાજી નો ભંડારો યોજવામાં આવ્યો તેમાં ખુબજ મોટી સંખ્યા માં ભાવિક ભક્તો એ ભાગ લીધો,

ચૈત્ર સુદ સાતમ ના રોજ આ મહા ભંડાર નું આયોજન કરવામાં આવ્યું,

આ શુભ પ્રસંગે દેવ દર્શન,પૂજન અર્ચન, આરતી ધજા રોહણ, તથા લક્ષ્મી હોમ નું આયોજન કરવામાં આવ્યું હતું,

છેલ્લા 14 વર્ષ થી આ ભંડાર નું અયોજન કરવામાં આવે છે

હરશક્તિ યુવક મંડળ દ્વારા જાણવામાં આવ્યું કે ગામ આજથી 14 વર્ષ પહેલાં પાટડી જે સુરેન્દ્રનગર જીલ્લા માં આવ્યું છે ત્યાં શક્તિ માતાજી નું મંદિર છે ત્યાંથી કોયલી સુધી અખંડ દીવો લાવવામાં આવ્યો હતો , ત્યાર પછી મંદિર ની સ્થાપના કરવામાં આવી હતી,

શ્રી સંતરામ મંદિર ના મહંત રઘુનાથદાસ દ્વારા હવણ માં શ્રીફળ હોમવામાં આવ્યું હતું,

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button